Five persons caught gambling in public in Deodar’s Forana village, LCB seizes more than 27 thousand | દિયોદરના ફોરણા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાચ ઈસમો ઝડપાયા, LCBએ 27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Spread the love

બનાસકાંઠા (પાલનપુર)21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ફોરણા ગામ નજીક ખુલ્લા ચોકમાં કેટલા ઈસમો ભેગા મળી જુગાર રમતા હતા. જેને લઈ બાતમી હકીકત આધારે એલસીબી પોલીસે રેડ કરતા જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 27 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના ફોરણા ગામ પાસેથી જુગાર રમતા કેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફ દિયોદર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી હકિકત મળેલ કે ફોરણા ગામની સીમમાં ફોરણાથી નવાપુરા જતા રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે બાતમી હકીકત આધારે એલ સી બી પોલીસે હકિકત વાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાં વિજયજી ઠાકોર રહે-ડુચકવાડા, હીતેષ માજીરાણા રહે,ફોરણા, વિનેશ માજીરાણા ફોરણા, પ્રભાત ઠાકોર રહે,ફોરણા દિયોદર, રાહુલજી ઠાકોર રહે,ફોરણા દિયોદર વાળાની અટકાયત કરી હતી. પોલીસે કુલ 27 હજાર 460નો મુદામાલ કબ્જે કરેલ તમામ વિરૂધ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *