Five People including CM’s PA to CMO Parimal Shah have been released from duty In Bhupendra Patel government, three more officers can gather at home anytime | મુખ્યમંત્રીના PAથી લઈને CMOના પરીમલ શાહ સહિત લોકોને ફરજ મુક્ત કરાયા, હજુ ત્રણ અધિકારી ગમે ત્યારે ઘર ભેગા થઈ શકે છે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Five People Including CM’s PA To CMO Parimal Shah Have Been Released From Duty In Bhupendra Patel Government, Three More Officers Can Gather At Home Anytime

ગાંધીનગર2 કલાક પેહલાલેખક: નિર્મલ દવે

  • કૉપી લિંક

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પરિમલ શાહની એકાએક સરકારે ફરજમુક્તિ કરી છે. પ્રદીપસિંહ વાઘેલા ની વિરુદ્ધમાં પત્રિકા તૈયાર કરવાના કિસ્સામાં પરીમલ શાહ ની સંડોવણી ખુલી હોવાનું માનવામાં આવે છે ત્યારે છેલ્લા 2 વર્ષના ભુપેન્દ્ર પટેલની સરકારમાં આવા એક નહિ પરંતુ 5-5 લોકો છે કે જેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોય. આ 5 પૈકી 3 તો એવા અધિકારી છે કે જેમને ચાલુ ફરજ માંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે 2 એવા લોકો છે કે જેમના કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ ફરીથી રીન્યુ કરવામાં આવ્યા નથી.

ધ્રુમિલ પટેલ, પીએ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં મુખ્યમંત્રીના પીએ તરીકે કામ કરતા ધ્રુમિલ પટેલ સામે આરોપ હતો કે, તે આઈએએસ કક્ષાના અધિકારીઓને ફોન કરી અને સલાહ આપે છે. આ ઉપરાંત તેમને જમીનને લગતી ચોક્કસ ફાઈલ પર મંજૂરી આપવા માટે પણ આગ્રહ રાખે છે. ત્યારે આ અંગેની ફરિયાદ સંગઠન અને સરકારમાં મળી હતી. આવા સંજોગોમાં ધ્રુમિલ પટેલને તાત્કાલિક ધોરણે પદ પરથી રાજીનામું આપવાની સૂચના આપવામાં આવી હતી.

હિતેશ પંડ્યા, પીઆરઓ
મુખ્યમંત્રી કાર્યાલય (C.M.O)માં વધારાના જનસંપર્ક અધિકારી (PRO) હિતેશ પંડ્યાએ 25 માર્ચ, 2023ને રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પીએમઓ અધિકારી હોવાનો ઢોંગ કરતા કિરણ પટેલ કેસમાં તેના પુત્ર અમિત પંડ્યાની પૂછપરછ કરવામાં આવી હતી. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ પટેલ કેસમાં પુત્ર અમિત પંડ્યાને સમન્સ પાઠવ્યા બાદ હિતેશ પંડ્યાને પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. કિરણ પટેલની જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્વાંગ અને અન્ય આરોપસર ધરપકડ કરી હતી. રાજકોટના ભૂતપૂર્વ પત્રકાર, હિતેશ પંડ્યા લગભગ બે દાયકાથી ગુજરાત C.M.Oમાં કાર્યરત હતા. પંડ્યા શુક્રવારે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને રાજીનામું સોંપ્યું હતું.

વી ડી વાઘેલા, ઓ.એસ.ડી.
હિતેશ પંડ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય (C.M.O)ના વધુ એક વરિષ્ઠ અધિકારી વી ડી વાઘેલાને બરતરફ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અચાનક તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ C.M.O.માં ટાઉન પ્લાનિંગને લગતી કેટલીક નિર્ણાયક ફાઇલોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર આક્ષેપ થયા હતા. વાઘેલા અમદાવાદ અને AUDAની ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતી કેટલીક ફાઇલોમાં ભષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. આમ, વાઘેલાને પણ તાત્કાલિક ધોરણે જ બરતરફ કરવાનો હુકમ કરવામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, તેનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી ફરીથી તે કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરીને તેને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ જણાવી રહ્યા છે.

પરીમલ શાહ, સંયુકત સચિવ
મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓ.એસ.ડી. તરીકે લાંબા સમયથી સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા પરિમલ શાહની ઓફિસમાં જ પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ તૈયાર થયેલી પત્રિકાનો ડ્રાફ્ટ પરિમલ શાહની ઓફિસમાં જ તૈયાર થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે જે તે સમયે તો આ મુદ્દે કોઈ કાર્યવાહી થઇ નહોતી પરંતુ આનંદ કલેકટરના સ્ટિંગ ઓપરેશનમાં ભૂમિકા ભજવનારા એડીશનલ કલેકટર કેતકી વ્યાસને પ્રોટેક્ટ કરવામાં પણ પરીમલ શાહની સંડોવણી હોવાની ચર્ચા શરુ થયા બાદ આખરે પીએમઓ સચિવના હુકમને આધારે ગુજરાત સરકારે પરિમલ શાહને પણ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ પાણીચું પકડાવી દીધું છે.

એમ ડી મોડીયા, ઓ.એસ.ડી.
ડો. એમ.ડી.મોડિયા કે જે અગાઉ ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી. રેવન્યુ વિભાગને લગતી કામગીરી તે સાંભળતા હતા. એકાએક તેમની ફરજ મુક્તિ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જો કે, અધિકારીઓ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર તેમની કામગીરી હોવાથી કોન્ટ્રાક્ટ રીન્યુ નહોતો કરવામાં આવ્યો.

વધુ ૩ અધિકારી પણ ગમે ત્યારે ઘર ભેગાં થઈ શકે છે
જે રીતે હાલ સચિવાલયમાં હકાલપટ્ટી કરવાનો દોર ચાલી રહ્યો છે. ભલે એ કોઈ બહાના હેઠળ હોય કે પછી કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરીને હોય પરંતુ અધિકારીઓની ફરજમોકુફી પરથી અલગ મેસેજ પ્રસ્તાપિત થઈ રહ્યો છે. ત્યારે gnews24x7ને મળતી માહિતી પ્રમાણે સીએમઓમાં કામ કરતાં હજુ વધુ ૩ અધિકારીઓને ફરજ પરથી દૂર કરવામાં આવી શકે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *