મહેસાણા20 મિનિટ પેહલા
- કૉપી લિંક
સતલાસણા તાલુકામાં આવેલા તાલેગઢ ત્રણ રસ્તા નજીક એસ.આર.ચૌધરી પોતાની ટીમ સાથે વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન ગાંધીનગર પારસિંગની જી.જે.18 બીએલ 5808 નમ્બરની ગાડી આવતા પોલીસે ચેકિંગ માટે રોકાવી હતી. જેમાં ગાડીના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા ગાડીમાં સવાર ઈસમો ગલ્લા તલ્લા કરતા પોલીસ કર્મીઓએ ઇ ગુજકોપ એપ્લિકેશન મારફતે તપાસ કરતા ગાડી પર લાગેલ નમ્બર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતા ગાડીમાંથી બીજી બે નમ્બર પ્લેટો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણ ઇસમોને ઝડપી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ઝડપાયેલા ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા,નિર્વણસિંહ રામસિંહ વાઘેલા અને ગુલાબસિંહ વીરસિંહ વાઘેલાને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ લઇ તપાસ આદરી હતી. જે કેસમાં તપાસ પૂર્ણ થતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સતલાસણા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.આર ચૌધરીના જાણવ્યા પ્રમાણે આરોપીઓ ગાડીમાં ખોટી નમ્બર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવાની ટેવ ધરાવતા હતા અને જે દિવસે ગાડી ઝડપાઇ હતી. એ દિવસે ત્રણ ઈસમો ગાડી લઇ ખોટી નમ્બર પ્લેટ લગાવી સતલાસણા તાલુકામાં આવેલા સમરાપુર ગામે પોતાના મામાને ત્યાં મળવા જતાં હતાં. પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરી છે.