વડોદરા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના અક્ષરચોક પાસે આવેલા સિગ્નસ હબ કોમ્પ્લેક્સના પાંચમાં અને છઠ્ઠા માળે ACના બે આઉટડોર યુનિટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જેને પગલે કોમ્પ્લેક્સમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
50થી 60 લોકોને બહાર કાઢ્યા
વડોદરા શહેરના અક્ષરચોક પાસે આવેલા સિગ્નસ હબ કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગ લાગી હતી. કોમ્પ્લેક્સના પાંચમાં અને છઠ્ઠા માળે આવેલા ACની બે આઉટડોરમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસની દુકાનોના માલિકો અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા જીઆઇડીસી અને વડીવાડી ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 50થી 60 લોકોને બહાર કાઢ્યા હતા. સતત પાણીનો મારો ચલાવીને એસીના આઉટડોરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
બહાર આગ હોવાથી જાનહાનિ ટળી
સિગ્નસ હબ કોમ્પ્લેક્સમાં આગ લાગતા લોકોમાં ઉતરીને નીચે આવી ગયા હતા. કોમ્પ્લેક્સની બહાર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. એસીના આઉટડોર યુનિટમાં બહારની સાઇડમાં આગ હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી.
ફાયર બ્રિગેડે આગ બુઝાવી
મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, સિગ્નસ હબ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. એસીના આઉટડોરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
.