વડોદરા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે રાંધણ છઠ્ઠના દિવસે વડોદરા મેયરના કાર્યકાળની બે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને મહિલા કાઉન્સિલરોએ નારાજગી વ્યક્ત કરી હતી. રાંધણ છઠ્ઠ હોવાના કારણે રસોઈ બનાવવાનું કારણ મહિલા કાઉન્સિલરો આગળ ધરી રહ્યા છે.
અગાઉની બાકી સભા રાખી
પાલિકામાં પ્રત્યેક મહિને તા. 20 પહેલા એકવાર સભા બોલાવી ફરજિયાત છે. સભા બોલાવ્યા બાદ જો કોઈ સન્માનનિય વ્યક્તિનું નિધન થાય તો તેના માનમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમગ્ર સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે. મુવત્વી કરાયેલી સભા તે પછીના દિવસોમાં બોલાવવામાં આવતી હોય છે. તે મુજબ અગાઉની પાલિકાની મુલત્વી રહેલી કામની બે સભા મેયર નિલેશ રાઠોડ દ્વારા આજે સાંજે પાંચ અને છ વાગ્યે બોલાવવામાં આવી છે.
આજે સભા ખોટી રાખી
મહિલા કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં રસોઈવાળી બાઈ નથી અને જાતે રસોઈ બનાવવાની છે. ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે મેયરે સભા બોલાવી છે તો શું કરીશું? કેટલીક મહિલા કોર્પોરેટર એવું પણ જણાવ્યું છે કે, આપણે રસોઈ બનાવવાની હોય છે, ઘરના પુરુષોએ નહીં, તો આવા ખોટા સમયે બે સભા બોલાવવાથી ઘરમાં બિનજરૂરી કકળાટ પણ ઉભો થઈ શકે છે.
નવા મેયર મળશે
એક મહિલા કોર્પોરેટર હસતા હસતા એમ પમ બોલ્યા કે, થોડા સમય બાદ આગામી સભાની તારીખો આપણે (મહિલા કોર્પોરેટરે) જ નક્કી કરવાની છે. કેમ કે, તા. 11ના રોજ શહેરને નવા મહિલા મેયર મળી શકે છે. જેથી હવેથી મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને સભાની તારીખ અને સમય નક્કી થશે તે નિશ્ચિત છે.
ચર્ચા લાંબી ચાલશે
ઉલ્લેખનીય છે કે, ગત સભામાં રજૂઆત કરવા માટે સંતોષકારક સમય ફાળવ્યો ન હોવાથી કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી. અગામી સભામાં ઓછામાં ઓછા એક કલાક બોલાવવાની તેમણે જાહેરાત ગત સભામાં જ કરી દીધી હતી. ત્યારે હવે જો આજની સભા લાંબી ચાલશે તો મહિલા કોર્પોરેટરોમાં આક્રોશ વધુ જોવા મળશે.
.