બગસરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 19623 હેક્ટરમાં મગફળીનું વાવેતર : એગ્રો સેન્ટર ખાતે દવાની ખરીદી માટે લાંબી લાઈનો
બગસરા પંથકમાં ચાલુ વર્ષે 19623 હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પરંતુ મગફળીના પાકમાં મુંડા પડવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેટલાક ખેડૂતો વધુ પડતા મુંડાના ઉપદ્રવના કારણે પાક કાઢી નાખવા મજબુર બન્યા છે. તો મુંડાના નિયંત્રણ માટે ખેડૂતો ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એગ્રો સેન્ટર ખાતે દવાની ખરીદીમાં લાંબી લાઈનો લાગી છે.
બગસરામાં જગતનો તાત ચિંતિત બન્યો છે. અહીં મગફળીનું આગોતરૂ વાવેતર થયું હતું. જેમ પોપટાનું બંધારણ થવાનો સમય આવી ગયો છે. ત્યાજ હવે મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં મુંડા આવી ચડિયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ મોટો ખર્ચ કરી બિયારણ અને ખાતરની ખરીદી કરી વાવેતર કર્યું હતું. તેવામાં અવીરત મેઘમહેરથી લાંબા દિવસો સુધી ખેતરમાં ખેતી કાર્યો થયા ન હતાં.
ભારે ખર્ચ કરી ખેડૂતો દવાનો છંટકાવ કરવા મજબુર
બગસરા પંથકમાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધ્યો છે. જેના નાશ માટે ઝેરી દવાનો છંટકાવ કરવો પડે છે. પણ દવા મોંઘીદાટ છે. જેના કારણે ખેડૂતો વધારાનો ખર્ચ કરી પોતાના પાકને બચાવવા માટે મોંઘી દવા છાંટવા મજબુર બન્યા છે.
.