Farar had joined the company as a sales executive a year and a half ago by making false receipts in the name of the company and absconding with the money of the customers. | કંપનીના નામની ખોટી રસીદો બનાવી ગ્રાહકોના પૈસા લઈને ફરાર, દોઢ વર્ષ પહેલા જ કંપનીમાં સેલ્સ એક્ઝક્યુટીવ તરીકે જોડાયો હતો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Farar Had Joined The Company As A Sales Executive A Year And A Half Ago By Making False Receipts In The Name Of The Company And Absconding With The Money Of The Customers.

રાજકોટએક કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં GTPL કંપનીના ગ્રાહકો સાથે પૂર્વ કર્મીએ રૂ.1.61 લાખની એમાઉન્ટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી કંપની અને ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગર શેરી નં.6 માં રહેતાં શક્તિસીંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.30) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે મૌલિક જગદીશ ભગલાણીનું નામ આપ્યું હતું.

GTPLનાં આશરે એકાદ લાખ જેટલા કસ્ટમર
​​​​​​​
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ GTPL કંપનીમાં લાયઝનિંગ ઓફીસર તરીકે છેલ્લા આઠેક માસથી નોકરી કરે છે. કંપનીની ઓફીસ શહેરના નિર્મલા રોડ પર પ્રમુખસ્વામી પેરેડાઇઝ બીલ્ડીંગમાં ત્રીજા માળે આવેલ છે. કંપની તરફથી તેમની કામગીરી લીગલ ડીપાર્ટમેન્ટ સંભાળવાની છે. આ ઓફિસમાં રજીસ્ટ્રેશન થયેલ કંપનીના બ્રોડબેન્ડ કનેક્શન શહેરમાં આશરે એકાદ લાખ જેટલા કસ્ટમર છે.

કસ્ટમરના રુપિયા પડાવી લેતા નોકરીમાંથી છૂટો કર્યો
​​​​​​​
દોઢેક વર્ષ પહેલા ઓફીસમાં મૌલિક ભગલાણી રીન્યુ ટીમમાં સેલ્સ એક્ઝક્યુટીવ તરીકે નોકરી કરતો હતો અને તે કંપનીની જાણ બહાર કસ્ટમરના રૂપીયા પોતાના એકાઉન્ટમાં જમા લઇ લેતો હોવાની જાણ થતા જે તે સમયે કસ્ટમરના રૂપીયા પરત અપાવી કંપનીએ તેને નોકરીમાંથી છુટો કરી દીધેલ હતો. પરંતુ આરોપી છેલ્લા પાંચેક માસથી કંપનીના કસ્ટમર ઓફીસે રૂબરૂ આવી મૌખિક રજુઆત કરેલ કે, પોતે GTPLનો પ્લાન અપડેટ કરાવેલ હતો છતા પ્લાન અપડેટ થયેલ નથી અને કસ્ટમરનો પ્લાન પુરો થતો હોય તે અગાઉ અમે કસ્ટમરને ટેલીફોનીક જાણ કરતા જાણવા મળેલ કે GTPL કંપની તરફથી મૌલીક ભગલાણી નામના વ્યક્તિનો ફોન આવેલ હતો અને પ્લાન અપડેટ કરાવવા જણાવતા તેઓએ પોતાનો પ્લાન પસંદ કર્યો હતો.

કંપનીના નામે ખોટી રસીદો બનાવી છેતરપિંડી કરી
મૌલિકે આપેલ કંપનીના જુદા-જુદા બેન્ક એકાઉન્ટ નંબરોમાં પેમેન્ટ કરી પ્લાન અપડેટ કરાવી લીધેલ છે પરંતુ, પ્લાન અપડેટ થયેલ નથી. જેથી, આરોપીએ અમારા કસ્ટમરને વિશ્વાસમાં લઇ અમારી કંપનીમાં અગાઉ નોકરી કરતો મૌલિક કંપનીની કાર્ય પધ્ધતિથી વાકેફ હોય જેનો લાભ લઇ કંપનીના નામે ઇન્ટરનેટ રિચાર્જના રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા લઇ લીધેલ તેમજ અમુક કસ્ટમરોને કંપનીના નામે ખોટી રસીદ બનાવી કસ્ટમરને આપી વિશ્વાસમાં લઇ કસ્ટમરોના કુલ રૂ.1,61,564 ઓળવી જઇ કંપની તથા કંપનીના કસ્ટમરો સાથે તથા GTPL કંપનીના નામની ખોટી રસીદ બનાવી છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી મૌલિક વિરૂદ્ધ આઇપીસી કલમ 468, 471, 406, 420 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *