English liquor under the guise of medicine | સુરેન્દ્રનગરમાં બનાવટી બીલના આધારે ઇંગ્લીશ દારૂનો વેપલો પકડાયો, ત્રણ શખ્સોને દારૂની ડીલેવરી લે પહેલા દબોચી લીધા

Spread the love

સુરેન્દ્રનગર14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં ટ્રાન્સપોર્ટમાં દવાની આડમાં બનાવટી બીલના આધારે વિદેશી દારૂનો વેપલો ચાલતો હતો. જેની પાર્સલની આડમાં દારૂના કાર્ટુનની ડીલેવરી લેનાર પહેલા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. તેમની પાસેથી દારૂ, મોબાઇલ, રીક્ષા સહિત રૂ.90,350નો મુદામાલ જપ્ત કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.

સુરેન્દ્રનગરમાં દવાની દુકાનોના નામે જીએસટી નંબરની આડમાં ટ્રાન્સપોર્ટ થકી દારૂનો વેપલો થતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. આથી ડીવાયએસપી એચ.પી.દોશી દ્વારા પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી. આથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે તપાસ હાથ ધરતા ટ્રાન્સપોર્ટની આડમાં દવાના નકલી બીલના આધારે દારૂનો વેપલો પકડાયો હતો.

પીઆઇ વી.પી.ચૌહાણને ખાનગી બાતમી મળી હતી કે નરેશ ઉર્ફે મહાજન સોની અને આદમભાઇ માણેક ખાટકીવાડમાં ભેગા મળી મેડીકલ સ્ટોરની દવાના પાર્સલની આડમાં જીએસટી વાળા બનાવટી બીલો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી બીજા રાજ્યમાંથી ટ્રાન્સપોર્ટ મારફત ઇગ્લીશ દારૂનો જથ્થો લાવતા અને હાલમા મેડીકલ સ્ટોરના બનાવટી બીલ મારફત મહેતામાર્કેટમાં ટ્રાન્સપોર્ટના દવાના પાર્સલની આડમાં વિદેશી દારૂના કાર્ટુન ડીલેવરી લેવાના હોવાની બાતમી મળી હતી.

આથી પોલીસે દોરોડો કરી વઢવાણ પ્રજાપતીપાર્ક સોસાયટી પાસેના રહીશ નરેશ ઉર્ફે મહાજન ભરતભાઇ રોજાસરા, દુર્ગાપાર્ક દાળમીલ રોડ પીએન્ડટી ક્વાટરના રહીશ ઇન્દ્રવિજયસિંહ દેવીસિંહ ઝાલા, વેલનાથ સોસાયટીના વિજયભાઇ લક્ષ્મણભાઇ દેગામાને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી દારૂની 70 બોટલ રૂ.35,350 મોબાઇલ રૂ.5000, રીક્ષા રૂ.50 હજાર એમ કુલ 90,350નો મુદામાલ જપ્ત કરાયો હતો.

આ કાર્યવાહીમાં ખાટકીવાડ બસસ્ટેન્ડ પાછળ સુરેન્દ્રનગર અને મુળ ગુડગાવ હરીયાણાનો આદમભાઇ સલીમભાઇ માણેકનુ નામ ખુલતા પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા છે.આ કાર્યવાહીમાં ધનરાજસિંહ વાઘેલા, અમીતભાઇ મહેતા, કિશનભાઇ ભરવાડ, રાજેન્દ્રભાઇ ભરવાડ,રાજુભાઇ પઢેરીયા, અલ્પેશભાઇ ખાંભલા, ધવલસિંહ સીસોસદીયા સહિત સીટી એ ડિવિઝન ટીમ જોડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *