Endowed with the cradle of more than 750 ascetics of Vish Viharman Tapana | વિશ વિહરમાન તપના 750થી વધુ તપસ્વીઓના પારણા સંપન્ન

Spread the love

ભાવનગર28 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ભાવનગર જૈન સંઘમાં સાધુ-સાધ્વીજી ભગંતોની પાવન નિશ્રામાં

ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘના આંગણે આચાર્ય ભગવંત સિંહસેનસૂરીશ્વરજી મ.સા, સુવ્રતસેનસૂરીશ્વરજી મ.સા, પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મસા, અપૂર્વચંદ્રસાગર સૂરીશ્વરજી મસા આદિ ગુરુ ભગવંતો વિશાળ શ્રમણી વૃંદની નિશ્રામાં 750 આરાધકો વિશ વિહરમાન જિનેશ્વર તપમાં જોડાયા હતા જેના પારણા તા.27/8ને રવિવારે યોજાયા હતા.તપની પૂર્ણાહુતિ પ્રસંગે આજરોજ દાદા સાહેબ ખાતે વિશ વિહરમાન જિનેશ્વર પરમાત્માની અષ્ટ પ્રકારે પૂજા સહ પાંચ મહાવિદેહ ક્ષેત્ર સાથે દરેક મહાવિદેય ક્ષેત્રની અલગ અલગ વિજય અને તે વિજયમાં વિહરમાન જિનેશ્વર હાજર હોય તેવી રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક ગુરુ ભગવંતે પ્રવચન ફરમાવેલ.તપના પારણા પ્રસંગે ભાવનગર સંઘના દરેક આરાધકોને દાદાસાહેબ ખાતેથી સવારે 7 કલાકે ગુરુ ભગવંતો સાથે વાજતે ગાજતે બાજપાઈ હોલ મોતીબાગ ખાતે પધરામણી કરાવીને 42 દિવસથી ચાલતા આ તપના પારણા કરાવવામાં આવશે.તપના સંપૂર્ણ લાભાર્થી અંજવાળીબેન માવજીભાઇ વશરામભાઇ ટાણાવાળા, રસિકલાલ ધનજીભાઇ વોરા વલભીપુર વાળા પરિવાર દ્વારા લીધેલ હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *