તાપી (વ્યારા)એક કલાક પેહલા
- કૉપી લિંક
વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા શરૂ કરેલી સ્વાવલંબી ભારત અભિયાન અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સયુંકત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને સ્વાવલંબી ભારત અભિયાન આ બંને વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેમાં યુનિવર્સિટીના 101 કોલેજમાં રોજગાર સૃજન કેન્દ્રનું ઉદઘાટન લાઈવ ઓનલાઇન લિંક દ્વારા કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટી જોડે સંકળાયેલી દરેક કોલેજોના વિદ્યાર્થીઓએ લાઈવ પ્રસારણમાં જોડાઈ હાજરી આપી. આ સૃજન કેન્દ્ર વિદ્યાર્થીઓને રોજગાર આપવા માટે માર્ગદર્શન કરશે.
તાપી જિલ્લાની બધી કોલેજો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. ઉચ્છલ, વ્યારા, વાલોડ અને સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉચ્છલ કોલેજમાં પ્રોફેસર જશુબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓ સામે સ્વાવલંબી ભારત અભિયાનનો વિસ્તૃત વિષય મૂકવામાં આવ્યો. જ્યારે સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રાહુલભાઇ જોષી (સ્વાવલંબી ભારત અભિયાનના તાપી જિલ્લાના સહ સંયોજક) દ્વારા વિદ્યાર્થીઓને સ્વાવલંબી થવા માટે થઈ શું શું કરી શકાય એની માટે થઈને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓ નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર બને એમ સંકલ્પ કરી જીવનમાં આગળ વધે એની માટે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનગઢ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ રાજેશ પટેલ અને પ્રોફેસર બરે, મકવાણા તથા અન્ય શિક્ષક મિત્રો તથા ઉચ્છલ કોલેજના પ્રિન્સીપાલ, વ્યારા કોલેજના પ્રિન્સીપાલનું મુખ્ય યોગદાન રહ્યું. આ કાર્યક્રમનું માર્ગદર્શન સ્વદેશી જાગરણ મંચના તાપી જિલ્લાનાં સંયોજક મિનેશ અગ્રવાલ અને નવસારી વિભાગના સંયોજક ડૉ.સ્મિત લેંદે દ્વારા આપવામાં આવ્યું હતું.
.