પંચમહાલ (ગોધરા)32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા સબ જેલમાં કેદીઓની બેરેકમાં ઝડતી ચકાસણી દરમિયાન બેરેક પાસે સંડાસ અને બાથરૂમની પાછળના ભાગમાં સંતાડેલ મોબાઇલ ફોન મળી આવતા અજાણ્યા શખસ વિરૂદ્ઘ જેલરે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ સંદર્ભે ગોધરા સબજેલના જેલર દેવશીભાઈ રણમલભા કરંગીયાએ જણાવ્યું હતું કે, ગોધરા સબજેલમાંથી કેદીઓની ઝડતીની ચકાસણી દરમિયાન જેલની બેરેક નંબર 6ના સડાસ અને બાથરૂમની બરેકની પાછળના ભાગે આવેલી ગટરની કુંડીમાં પ્લાસ્ટિકની કોથળીમાં સીમકાર્ડ વિનાનો મોબાઈલ ફોન બિનવારસી મળી આવ્યો હતો. જેને કોઈ કેદીઓએ કોઈપણની મારફતે અનઅધિકૃત રીતે ઉપયોગ કરવાના હેતુથી જેલની અંદર ઘુસાડવાનું ગુનો કર્યો હતો.
મોબાઈલ ફોનની એફએસએલ ચકાસણી થાય તો અનેક બાબતોનો ખુલાસો થશે. તેમજ ક્યા આરોપીઓએ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો છે, ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરી છે કે કેમ? પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે ઘુસાડવામાં આવે છે, તેમજ આ પ્રકારની કરતૂતમાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઈની સંડવણી છે કે કેમ? તે અંગે ઊંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ જરૂરી છે. હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા ગોધરા સબ જેલમાંથી સાલા અપૂન હી જાકે ફંટર લોગો સે માફી માંગેગા તો કૈસે ચલેગા, માયા અપની બાતસે પલટ હી નહીં શકતા, ઈજ્જત હૈ અપૂન કા’… આ ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મનો ડાયલોગ મારતો વીડિયો ગોધરા સબ જેલના કેદીઓએ જેલમાંથી વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં જ પોલીસ વિભાગ એકશનમાં આવી ગયો હતો. એને લઈ અડધી રાત્રે SOG, LCB, પેરોલ ફર્લો તેમજ સબ જેલની ઝડતી ટીમે રેડ મારી હતી. ચેકિંગ દરમિયાન ગોધરા સબ જેલમાંથી નવ મોબાઈલ ઝડપાયા હતા. આ ચકચારી ઘટના સામે આવતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊઠવા પામ્યા હતા.
.