રાજકોટ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના રાધે ચોકડી પાસે આવેલ જલારામ સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ લાલજીભાઇ ઘોઘારી (ઉ.વ.34) ગઇકાલે ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરી હતી. મૃતક યુવક મજુરી કામ કરતો તેમજ તે તામસી સ્વભાવનો હતો અને ગઇકાલે તેના માતા-પિતા સાથે ઝઘડો થયા બાદ પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું. મૃતક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રાજકોટના એરપોર્ટ રોડ પર મારૂતીનગર શેરી નં.2માં આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા અને બહુમાળી ભવન પાછળ શ્રીજી ફાસ્ટફુડ નામે ખાણીપીણીનો ધંધો કરતા ધર્મેન્દ્ર રસીકભાઈ ચલ્લા (ઉ.વ.47)નું હાર્ટએટેકથી મોત થયું હતું. ધર્મેન્દ્રભાઈ સવારે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ઢળી પડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન દમતોડી દેતા સોની પરિવારમાં શોક છવાયો હતો. ધર્મેન્દ્રભાઈ પાંચભાઈમાં નાના હતા, સંતાનમાં 1 દીકરો છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 150 ફૂટ રિંગરોડ પર ખોડીયારનગર શેરી નં.8માં રહેતાં વિજય છેલા મીરના મકાનમાં બિયરનો જથ્થો ઉતરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી હાજર ઇમરાન કાદર બાવાણી (ઉ.વ.45), અજય ભીખુ મકવાણા (ઉ.વ.24), રવી ભીખુ મકવાણાને દબોચી બિયરના 240 ટીન અને રિક્ષા મળી રૂ.76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં અજય મકવાણાએ ટ્રાન્સપોર્ટમાં બિયર મંગાવી ઇમરાનની રિક્ષા ભાડે કરી ખોડીયારનગરમાં રહેતાં વિજય ભરવાડના ઘરે જથ્થો ઉતારવાનો હતો. અજય મકવાણાને તેના ભાઈ રવીએ બિયરનો જથ્થો સપ્લાય કર્યાનું કબુલતાં પોલીસે હાલ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
.