સુરત2 કલાક પેહલા
- કૉપી લિંક
સુરતના રાંદેર મોરાભાગળ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રોડ પર વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. 21 વર્ષીય નબીરાએ BRTSના રૂટમાં લક્ઝુરિયસ કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. BRTSમાં રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી ડિવાઇડર સાથે અથડાઈ હતી. બાદમાં કાર BRTSની રેલીંગ ઉપર લટકી ગઈ હતી. આ બનાવને પગલે રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સદ્દનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
BRTS રુટમાં અકસ્માત થવાની ઘટનાઓ વધી
સુરત BRTS રૂટમાં અવારનવાર ગંભીર અકસ્માતો બનવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. વધુ એક BRTS રોડ પર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં આવેલ મોરા ભાગળ ખાતેના બીઆરટીએસ રૂટમાં લક્ઝરીયસકારના ચાલકે અકસ્માત સર્જ્યો છે. 21 વર્ષીય નબીરાએ કારને બીઆરટીએસ માં હંકારી ડિવાઇડર સાથે અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
કાર રેલિંગમાં જ લટકી ગઈ
ફેઝ મેમણ નામનો 21 વર્ષીય નબીરો લક્ઝુરિયસ કાર લઈને જહાંગીરપુરાથી મોરાભાગળ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન મોરાભાગળ BRTS રૂટમાં તેણે પૂરપાટ ઝડપે કાર હંકારી હતી. નબીરો BRTS રૂટમાં રોંગ સાઈડમાં કાર હંકારતો હતો. આ દરમિયાન તેણે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારના વ્હીલને BRTSના ડિવાઇડરમાં ચડાવી દીધું હતું. જેને લઇ કારનો અકસ્માત સર્જાયો હતો અને કાર વિચિત્ર રીતે ચાર ફૂટની BRTSની રેલિંગમાં જ વચ્ચે લટકી ગઈ હતી.
અકસ્માતને પગલે પોલીસ દોડતી થઈ
આ ઘટનાની જાણ પોલીસને થતાં રામદેવ પોલીસનો પી.આઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ મથકના પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, મોરાભાગડ BRTS રૂટની અંદર 21 વર્ષીય કારચાલક રોંગ સાઈડમાં ચલાવી જઈ રહ્યો હતો. BRTSની રેલિંગનું ડિવાઇડર પર કારનું ટાયર ચડાવી દીધું હતું અને ત્યારબાદ કાર ડિવાઇડરના રેલિંગ ઉપર ચડી ગઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. કારચાલક ફેઝ મેમણની અટકાયત કરી છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના સર્જાઇ નથી. હાલ તો પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકોમાં ભારે કુતુહલ સર્જાઈ
BRTS રૂટમાં સર્જાયેલ અકસ્માતને જઈ લોકોમાં ભારે આચાર્યતા જાગી હતી. જે રીતે કાર 4 ફીટના BRTS રેલિંગ પર લટકી ગઈ હતી, તેને જોવા રાહદારીઓનું ટોળું એકત્ર થઈ ગયું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આ અકસ્માતને જોઈ ભારે કુતૂહલ સર્જાયું હતું.
.