- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Driver Dies After Truck Crashes Into Factory Wall Near Sartanpar; Bike Sleeps On Latipar Road In Tankara, Dog Falls, Old Man Dies
મોરબી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર કારખાનાની દીવાલ સાથે ટ્રક અથડાયો હતો. જે અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. ટંકારાના લતીપર રોડ પર ઓટાળા ગામ નજીક બાઈક લઈને જતા વૃદ્ધના બાઈક આડે કુતરું ઉતર્યું હતું. જેથી બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલકનું મોત થયું છે.
બનાવની મળતી વિગત મુજબ, નાગાભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કે, ફરિયાદીનો મોટો દીકરો નરેશ ચૌહાણ ટ્રક ડ્રાઈવિંગ કરે છે. રાત્રિના નરેશ કંપનીની ગાડી ટ્રક કન્ટેનર લઈને લોડ કરવા સરતાનપર માટેલ રોડ પર સંસ્કાર જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં ગયો હતો અને ટ્રક પાર્કિંગ દીવાલમાં અથડાવતા અકસ્માત થતા ઈજા પહોંચી હતી. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નરેશનું મોત થયું હતું.
ટંકારાના નારાયણભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પિતા પોપટભાઈ ટંકારા લતીપર રોડ પરથી ઓટાળા આગળ જતા હતા. ત્યારે રોડ પર કુતરું આડું ઉતરતા બાઈક સાથે અથડાતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
.