વલસાડ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ- 2023 વાપીના ચલા ખાતે આવેલી સેન્ટ ફ્રાંસીસ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાની 18 કૃતિના સ્પર્ધકો અને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગની કુલ 33 કૃતિઓમાં કુલ 535 કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ- 2023 વાપીના ચલા ખાતે આવેલી સેન્ટ ફ્રાંસીસ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક “અ” વિભાગ 15થી 20 વર્ષ સુધીના, “બ” વિભાગમાં 21 થી 29 વર્ષ સુધીના અને “ખુલ્લો” વિભાગમાં 15 થી 29 વર્ષ સુધીના વય જુથની સ્પર્ધાનું આયોજન થયું હતું. તાલુકા કક્ષાની 15 કૃતિઓમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની 18 કૃતિના સ્પર્ધકો અને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગની કુલ 33 કૃતિઓમાં કુલ 535 કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા કલાકારો પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમમાં સેન્ટ ફ્રાંસીસ સ્કૂલના આચાર્ય નારાયણ કુટ્ટી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન એમ.જોષી, પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા શિક્ષકો, અને વિષય નિષ્ણાંતો હાજર રહ્યા હતા.

