ભાવનગર17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉમરાળા તાલુકાના રેવા ગામે સરકારી માધ્યમિક શાળામાં વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ આસપાસના ગામોની શાળાઓના વિદ્યાર્થીઓએ પણ લીધો હતો, રેવા ગામની સરકારી માધ્યમિક શાળામાં હસ્તકલાના ભાગરૂપે કલા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષક જયપાલસિંહ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી જુદી જુદી વસ્તુઓ જેમાં માટીકલા, કાષ્ઠકલા, ચર્મકલા, ભરતગૂંથણ, અલંકાર, આભૂષણ, સાહિત્યિકકલા, પહેરવેશ, મોતીકલા, અંગે ઘણી બધી જૂની પુરાણી વસ્તુઓ એકત્રિત કરીને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન નિહાળવા રેવા ગામ તેમજ આજુબાજુના ગામની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓ સાથે શિક્ષકગણ, સરપંચ, વાલીગણ, રેવા ગ્રામ વિકાસ સમિતિ, ભૂતપૂર્વ, વિધાર્થીઓ, વડીલો, આગેવાનો, વાલીઓ વગેરે જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રતિપાલસિંહ ગોહિલ રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના શિક્ષક નિલેશભાઈ જાસોલિયા દ્રારા સમજાવવામાં આવ્યો હતો. અહી જૂની પરંપરાગત વસ્તુઓનું માર્ગદર્શન મળે તેમજ ઓળખતા શીખે એ હેતુ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ સાથે સહુ વિધાર્થીઓ રાસ ગરબા રમ્યા હતા અને સહુ આનંદમય બન્યા હતા. નાના એવા ગામમાં સુંદર આયોજનમાં ગ્રામજનો પણ જોડાયા હતા, કાર્યક્રમ અંતગર્ત ધ્રુવભાઈ દાણીધારિયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.