અંબાજી પ્રસાદ વિવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથલનો પ્રસાદ મળતો રહેશે. કોંગ્રેસ અને વીએચપીના સતત વિરોધ બાદ સરકારે મંદિરમાં બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાઇલાઇટ
- બનાસકાંઠા કલેક્ટરના નિર્ણય બાદ પ્રસાદ વિવાદ શરૂ થયો હતો
- મોહનથલનું વેચાણ બંધ કરવાના કલેક્ટરના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
- કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ મુદ્દાએ જોર પકડ્યું હતું.
- વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને કારણે રાજ્ય સરકાર અવઢવમાં હતી.