DGVCL will only provide proof of ownership, ID to meter | DGVCL માત્ર પ્રોપર્ટીનો પુરાવો, IDથી મીટર આપશે

Spread the love

સુરત43 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • વીજકંપનીનું સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર શરૂ

‘હવે વીજ ગ્રાહકો ઘરે બેઠા કોઈ પણ અરજીઓ ઓનલાઈન કરી શકશે. DGVCLનું સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર શરૂ થવાથી તમામ સેવાઓ ઓનલાઈન થશે જેનાથી સમય અને નાણાની બચત થશે.’ નવા સેન્ટરના ઉદ્દઘાટન સમયે નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આ વાત કહી હતી. ઊર્જા વિકાસ નિગમના એમ.ડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે, ‘હવે માત્ર પ્રોપર્ટીનો પુરવો અને ઓળખપત્રથી મીટર મળી જશે. હાલમાં ત્રણ મહિનાથી વધુની ખેતીવાડીની કોઈ અરજી પેન્ડિંગ નથી.

આ રીતે ઓનલાઈન અરજી કરો

• http://portal.guvnl.in/login.php વેબસાઈટ પર જઈ પોતાનું લોગીન રજિસ્ટર કરવું.

• નવા જોડાણ માટે અરજી કરી જે અરજીનો પ્રકાર પસંદ કરવો.

• પત્રકમાં વિગતો ભરવી.

• રજિસ્ટર્ડ મોબાઈલ ૫૨ આવેલો ઓટીપી નાખ્યા બાદ લોડપત્રકમાં લોડની વિગત ભરવી.

• જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સબમીટ બટન કલિક કરવું.

• અરજીપત્રક જનરેટ થશે જેમાં નોંધણી, અંદાજપત્રક, ટેસ્ટ રિપોર્ટના નાણા ઓનલાઈન ભરી શકશે.

• કમ્પ્લિટ બટન દબાવતાં અરજી નંબર જનરેટ થશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *