Devotees make a bet to please Somnath Dada, rise from mortal man to Shivalaya to attain salvation | સોમનાથ દાદાને રીઝવવા ભક્તોમાં હોડ જામી, મોક્ષની પ્રાપ્તિ માટે મૃત્યુલોકના મનુષ્યથી શિવાલયમાં ઉભરાયું

Spread the love

નવસારી22 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં બીલીમોરાનું મીની સોમનાથ મહાદેવ મંદિર વિશિષ્ટ અને પ્રભાવક છે. આ ભવ્ય શિવાલય 108 ફૂટ ઊંચું શિખર અને કલા કારીગરીના સુંદર નમૂનારૂપ બાંધકામ ધરાવે છે. બિલીમોરાના સોમનાથ રોડ તરીકે ઓળખાતા રસ્તાના નાકા પર મંદિર સંકુલમાં દાખલ થવા માટેનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર પાર કર્યા પછી વિશાળ ચોગાન આવે અને ત્યારપછી મંદિર પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ઉત્તરદ્વાર આવે છે. આ દ્વાર 20 ફૂટ ઊંચું અને આકર્ષક છે. આ દ્વારની ઉત્તરે બગીચો, ફુવારો અને બાલ ક્રીડાંગણ છે. આ ઉત્તર દ્વાર જેવું જ દક્ષિણ દ્વાર પણછે. આ બંને જોડિયા દ્વારો મંદિરની આગવી શોભા આપે છે.

સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ
શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપમાં પહોંચાય છે. ભવ્ય ઘુમટ નીચેનું આ સ્થાન શાંત અને સૌમ્ય છે. ગોલખની સામે ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના અસલ સ્થાને આજે પણ બિરાજમાન છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુધ્ધ ચાંદીના કલાકારીયુકત પતરાથી મઢવામાં આવ્યાં છે. બહારના બે સુંદર ગોખમાં ગણેશજી અને હનુમાનજી બિરાજમાન છે.પાંચ ફૂટ વ્યાસનો તામ્ર કળશ પ્રસ્થાપિત કરાયો શિવાલયનું પટાંગણ પણ વિશાળ અને ભર્યુંભર્યુ છે. મંદિરના ઉત્તુંગ શિખર ઉપર પાંચ ફૂટ વ્યાસનો તામ્ર કળશ શુધ્ધ સુવર્ણના ઢોળ ચડાવી પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને તેની નીચે પ્રાંગણમાં અનેક વિશિષ્ટ રચનાઓ મંદિરને શોભાયમાન કરી રહી છે. ઇશાન ખૂણામાં હનુમાનજીનું નવું મંદિર છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ’યજ્ઞસંસ્કૃતિ’તરીકે સુપ્રસિધ્ધ છે. અહીં કલામય છત્ર ધરાવતી યજ્ઞશાળા છે. મંદિરનો બે વખત જીર્ણોદ્ધા થયો છે.આ શિવાલયનો ઇતિહાસ તો કાળના ગર્ભમાં લુપ્ત થઇ ગયો છે. અહીં વર્તમાન મંદિરની પૂર્વે જે મંદિર હતું તેનું સ્થાપત્ય સોલંકી યુગ (11-12મી સદી)નું મનાય છે. 1618ના ઐતિહાસિક પૂરાવાઓમાં પણ કાવેરી તટે આ મંદિર હોવાના એંધાણ મળે છે. તેનો બે વાર જીર્ણોધ્ધાર થયો છે. છેલ્લે 1978માં વર્તમાન સમયનું ભવ્ય શિવાલય સાકાર થયું. તેની આધુનિક બાંધણી, ભવ્યતા, સ્થાપત્યકલા અને વિશેષ તો વિશાળ સંખ્યાના ભકતજનોની શ્રદ્ધાએ આજે તેને દક્ષિણ ગુજરાતના એક યાત્રાધામનો દરજજો આપ્યો છે.

મંદિર ભક્તોમાં શ્રદ્ધાનું અનેરું મહત્ત્વ ધરાવે છે બીલીમોરામાં આવેલા લોકોના આસ્થાના પ્રતીક સમાં ભગવાન ભોળાનાથ શંભુ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. 11મી 12મી સદીના સોલંકી યુગથી આ મંદિર ભક્તોમાં શ્રદ્ધાનું અનેરું મહત્ત્વ ધરાવે છે. 108 ફૂટ ઊંચા શિખર ઉત્તમ કલાકારીગીરી સાથે મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરની બહાર ઉત્તરમાં ગૌમુખી વહે છે. મંદિરમાં એક તરફ ગણપતિ બાપ્પા અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે તેમજ ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે માતા પાર્વતી બિરાજમાન છે.

મંદિરનો પૌરાણિક ઇતિહાસ
મંદિરની સામે ભગવાન ભોળાનાથ શંકરનું વાહન નંદી સાથે કાચબો બિરાજમાન છે. આ સોમનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે. આ શિવલિંગના પ્રાગટ્યનો કડીબદ્ધ ઇતિહાસ પ્રાપ્ત નથી. પણ તેની પાછળ પૌરાણિક ઇતિહાસ સમાયેલો છે. સદીઓ પૂર્વે મંદિરનો ઝાડી જંગલનો વિસ્તાર હતો. જેમાં રજપૂતોની વસ્તી પણ ખુબ વિસ્તરી હતી. રજપૂતો પોતાના દુધાળા ઢોરોને ચરાવવા આ ઝાડી જંગલ તરફ લઈ જતા હતા. જેમાં આ બધા ઢોરોમાંથી એક દૂધાળી ગાય ધણમાંથી છૂટી પડી ઝાડી ઝાંખરામાં એક ચોક્કસ સ્થાને આવી આવી ઉભી રહી અને તેના આંચળમાંથી આપમેળે દૂધની ધારા છુટી દુધ નીચે ઢોળાતું હતું. આ વાતની જાણ ગાયોને ચરાવવા લઈ આવતા ગોવાળને માલુમ પડી જેણે આ સમગ્ર ઘટનાની જાણ ઘરમાં જઈ ગાયોના માલિકના પત્ની રજપૂતાણીને કરી હતી. જેથી આ રાજપૂત સ્ત્રી એક દિવસ આ ગાયની પાછળ પાછળ ગયા હતા. જે ચોક્કસ જગ્યા એ આવી ગાયના આંચળમાંથી આપમેળે દૂધની ધારા છૂટવાનું દ્રશ્ય રજપૂતાનીએ નજરોનજર જોયું હતું. તેણે એ સ્થાને શું છે તે જાણવા જિજ્ઞાસાવસ તે જગ્યાની સફાઈ કરી. તો ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ દેખાયું હતું. જે શિવલિંગની તે સ્ત્રી મનોભાવે શ્રદ્ધાથી રોજે રોજ પૂજન અર્ચન કરવા લાગી.

આ નિત્યક્રમના કારણે તેના પતિને તેના ઉપર શંકા ઊપજી કે તેની પત્ની રોજ જંગલ તરફ શા માટે જાય છે. જેથી એક દિવસ તેને ગુપચુપ રીતે તેની પત્નીનો પીછો કર્યો હતો અને તેણી આ શિવલિંગના સ્થાને પૂજા કરતી હતી ત્યાં જઈ પહોંચ્યો હતો. તેની પત્નીને શંકાના આધારે મારવા તેને તેની તલવાર ઉગામી હતી. પરંતુ ચમત્કારીત આ શિવલિંગના દર્શનથી તલવાર ઉગામેલો તેનો હાથ હવામાં જ થંભી ગયો. નિત્ય પૂજા કરી ધ્યાનમાં બેઠેલી તેની પત્નીની આંખો ખુલતા તેણે પોતાની પાછળ તલવાર ઉગામેલ અવસ્થામાં તેના પતિને જોતા એકદમ ભયભીત થઈ ગઈ હતી. જેથી ડરના માર્યા તેણીએ અચાનક જોરથી બુમ પાડી હતી અને તેના મુખમાંથી હે ભગવાન ભોળાનાથ મને બચાવો એવા ઉદ્દગાર સર્યા હતા. જેની સાથે તે શિવલિંગને ભેટી પડી હતી. ત્યાં તો એકદમ ચમત્કાર સર્જાયો હતો.

શિવલિંગમાં તિરાડ સાથે બે ફાડિયાં થયાં શિવલિંગ અચાનક જમીન માંથી બહાર આવ્યું હતું અને શિવલિંગમાં તિરાડ સાથે બે ફાડિયા થયા હતા. આ સ્ત્રી બીકની મારી આ શિવલિંગના પડેલા ફાડિયામાં સમાઈ ગઈ હતી. તેનો પતિ કઈ સમજી શકે તે પહેલાં તો શિવલિંગ આપોઆપ બંધ થયું હતું. તેના પડેલા ફાડિયા બંધ થઈ ગયા હતા અને આ સ્ત્રી ભગવાન ભોળાનાથના ચરણોમાં સમાઈ હતી.

ભક્તો શિવલિંગનું પૂજન-અર્ચન કરતા થયા કહેવાય છે કે, આ સ્ત્રીના વાળ શિવલિંગના ફાડિયાના સાંધામાં બહાર રહી ગયાં હતા. ઘણી વખત સુધી આ શિવલિંગની તિરાડ સ્પષ્ટ જોઈ શકાતી હોવાનું પણ કહેવાય છે. જેથી આ શિવલિંગ સ્વયંભૂ હોવાની વાત પ્રચલિત થઈ છે. આ સમગ્ર ઘટના નજરે જોનાર રજપુતે આ ઘટનાની જાણ ગામમાં કરતા બાદમાં લોકોએ આ શિવલિંગનું પૂજન-અર્ચન કરતા થયા હતા. જે બાદ સમય જતાં પૌરાણિક શિવલિંગનું મહત્વ લોકોના ધ્યાને આવતા મંદિર બાંધી પૂજા કરતાં થયા હતા.

શિવલિંગની મહિમા અનેરી
વર્ષો અગાઉ બીલીમોરા નજીકના ગણદેવી ગામમાં દેસાઈજીનું કુટુંબ રહેતું હતું. જુના રીત રિવાજો મુજબ કોઈ સેવાના બદલામાં આ દેસાઈજી કુટુંબને રાજા તરફથી દેસાઈગીરી ઇનામમાં મળી હતી. આ દેસાઈજી કુટુંબના વડાને ભગવાન મહાદેવ સ્વપ્નમાં આવી આ શિવલિંગની વાત જણાવી હોવાની વાતો કહી હોવાની લોકવાયકા પ્રસરી હતી. જે સ્વપ્ન ઉપરથી પ્રેરણા લઈ આ દેસાઈજી કુટુંબે શિવલિંગના સ્થળે શિવ મંદિર જીર્ણ થતાં. 1925માં એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. 1600 વર્ષના સોલંકી યુગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા જૂના પૌરાણિક આ શિવલિંગની મહિમા અનેરી છે.

પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ઊમટી પડે છે પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ આ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. દર્શન સાથે મેળાની મોજ પણ લોકો માણે છે. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લીએ છે. સોમનાથ દર્શને આવતા દર્શનાર્થીઓ નજીકમાં આવેલા ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને સાંઈ બાબાના મંદિરના દર્શનનો પણ લ્હાવો લેવાનું ચુકતા નથી. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન લોકોની ભારે ભીડ જામશે. બે વર્ષ કોરોનાના કારણે બંધ રહેલા શ્રાવણી મેળામાં લોકો ઉમટી પડ્યા હતા. રવિવારની રજા હોય લોકો દૂર દૂર થી ભોળાનાથના દર્શને ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં કોઈ અસુવિધા ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *