અંજાર43 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પેવર બ્લોક આડેધડ નખાયા : લાઇટો બંધ
અંજારમાં લાખોના ખર્ચે ખડિયા તળાવનું સૌંદર્યકરણ કરાયું છે અને આ તળાવને તોરલ સરોવર નામ અપાયું છે, આ સૌંદર્યકરણના પ્રથમ ફેસમાં લાખો રૂપિયા ખર્ચી સરોવરના ફરતે પેવર બ્લોક નખાયા, રેલિંગ બનાવી દેવાઇ છે.
બીજા ફેસમાં આ રેલિંગ ઉપર ગ્રીલ તેમજ ફૂડ કાર્ટ તેમજ હાલ બંધ છે તે લાઇટો ચાલુ કરવી જેવા વિકાસકામો શરૂ કરવાની વાતો વચ્ચે પ્રથમ ફેસમાં કરાયેલા કામો પણ તૂટી રહ્યા છે અને આ સરોવર વેરાન થઇ રહ્યું છે. અંજાર નગરપાલિકા દ્વારા આ ખડિયા તળાવનું સૌંદર્યકરણ કરવાની શરૂઆત થયા બાદ અહીં તળાવ ફરતે રેલિંગ લાગી, વોકિંગ ટ્રેક બન્યો અને લાઇટો પણ નખાઇ જેમાં વીજ કંપનીનું મીટર બાકી હોવાથી હાલ આ લાઇટો બંધ છે. આ તોરલ સરોવરના બ્યુટિફિકેશનનું કામ હજી ચાલુ છે, બીજા ફેસમાં અમુક જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરી, લાઇટો ચાલુ કરાશે, ફૂડકાર્ટ ટુંક સમયમાં શરૂ કરાશે
આ તમામ કાર્યો પૂર્ણ થશે ત્યારબાદ આ સરોવર ફરતે મોટી ગ્રીલ નાખી દેવાશે તેમજ ગાર્ડ પણ તૈનાત રખાશે તેમજ બે ટાઇમ સફાઇ કરાવાશે જેથી આ સમસ્યાનો હલ થશે તેમ અંજાર પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું. અત્યારે હાલત એ છે કે, પ્રથમ ફેસમાં જે પેવર બ્લોક નખાયા હતા તે ઉખડી ગયા છે , લાઇટો ચાલુ થાય તે પહેલાં જ વીજ પોલ પડી ગયા છે તો આ તોરલ સરોવર હાલ રાત પડે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. સરોવરમાં દારૂની બોટલો ફેંકાય છે. કચરા પણ ફેંકાય છે. ત્યારે વિકાસ કામો સૂરા થઇ શરૂ કરાયા બાદ અધુરા મુકી દેવાનું કારણ સમજાતું નથી, આશા રાખીએ ટુંક સમયમાં આ તોરલ સરોવરના સૌંદર્યકરણનું કામ હાથ ધરાય અને લોકો માટે એક ઉત્તમ જગ્યા બની રહે.
.