- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Despite Getting Married For The Second Time, The In laws Did Not Find Happiness, The Woman Got Fed Up And Filed A Complaint In The Police Station
વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના મહિલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી હતી. પતિ પત્નીને અગાઉ છૂટાછેડા થાય હતા અને બીજા લગ્નમાં સાસરિયા દ્વારા અયોગ્ય વર્તનથી હેરાન થતી હોય મહિલા પોલીસ મથકમાં સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પતિને અગાઉના લગ્નથી બે દીકરીઓ છે
મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજનાં રીતરીવાજ મુજબ આસીફ શેખ સાથે લગ્ન કરીને મારી સાસરીમાં પતિના ઘર-સંસાર માંડવા ગયેલ. શરુઆતમાં મારા પતિ મારી સાથે સારી રીતે રહેતા હતા. અમારે બંનેનાં અગાઉ પણ એકવાર લગ્ન થઈ ચૂકેલા હતા, જેમાં મારે કોઈ સંતાન ન હતું પરંતુ, મારા પતિના અગાઉના લગ્નમાં બે દીકરીઓ છે. જે બંને દીકરીઓની દેખરેખ મારી સાસુ કરે છે.
પતિ શંકા કરી વાતચીત ન કરવા દેતા
લગ્નનાં આશરે પંદર દિવસ બાદ મારી સાસુ તથા જેઠાણીની ચડામણીથી મારા પતિનું વર્તન વાણી બદલાઇ ગયું હતું અને મને ખૂબ જ માનસિક ત્રાસ આપી અભદ્ર વર્તન કર્યું પરંતુ, ઘર-સંસાર સારો ચાલે તે માટે મેં આ બધું સહન કર્યું હતું પરંતુ, દિવસે ને દિવસે પતિનો ત્રાસ વધ્યો અને શંકાના કારણે તે મને કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કે ઘરની બહાર નીકળવા દેતા નહોતા.
દારૂ પીને પતિ માર મારતા
મારા પતિ રાત્રે દારૂ પીને ઘરે આવતા અને મારા ઉપર ગુસ્સે થઇ જતા ત્યારે મારા ઉપર હાથ ઉપાડતા અને અભદ્ર વર્તન કરી આખો દિવસ ઘરનું કામકા જ કરાવતા અને કહેતા કે, તારે આ ઘરમાં રહેવું હોય તો એક નોકરાણીની જેમ કામ કરવું પડશે અને જો ના કરવુ હોય તો તારા ઘરે જતી રહે તેમજ મારા કાકા સસરા તથા કાકી સાસુ પણ મને કામકાજ કરવા બાબતે રોક ટોક કરતા અને કહેતા કે, તારે અહીં કામ કરવું જ પડશે નહી તો આસીફ તને કાઢી મૂકશે તેમ કહી માનસિક ટોર્ચર કરતા અને મારા પતિ કહેતા કે, તારા પિયરવાળાએ મને પહેરામણી આપી નથી તેમ કહી મેણાં ટોણાં મારતા અને અભદ્ર વર્તન કરી માનસિક ત્રાસ આપતા હતા.
સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
મહિલાએ શારીરિક માનસિક ત્રાસ અંગે પોતાના પતિ (1) આસીફ નિઝામમીયા શેખ, (2) શકીના ઉર્ફે શકુ નિઝામમીયા શેખ (સાસુ), (3) ખુરશીદા ઇમ્તીયાઝ શેખ (જેઠાણી), (4) ઇકબાલભાઇ શેખ (કાકા સસરા), (5) મહેમુદા ઇકબાલભાઇ શેખ (કાકી સાસુ) તમામ (રહે, કામીયાનો ભઠ્ઠો, કાલુમીયાની ચાલ, સયાજીગંજ વડોદરા) સામે ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
.