Deputy Sarpanch of Hundagam of Kaprada was caught taking a bribe of 4 thousand, the bribe was demanded under the approved assistance of PM Awas Yojana house. | કપરાડાના હુંડાગામનો ડેપ્યુટી સરપંચ 4 હજારની લાંચ લેતા ઝડપાયો, પીએમ આવાસ યોજનાના મકાનના વ્યવહાર પેટે માગી હતી લાંચ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Deputy Sarpanch Of Hundagam Of Kaprada Was Caught Taking A Bribe Of 4 Thousand, The Bribe Was Demanded Under The Approved Assistance Of PM Awas Yojana House.

વલસાડએક કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના હુંડા ગામનો ડેપ્યુટી સરપંચ ફરિયાદ પાસેથી રૂપિયા ચાર હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદીના સંબંધીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મંજૂર થઈ હોય તેના વ્યવહાર પેટે લાંચની માગણી કરી હતી. આ બાબતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા વલસાડ અને ડાંગ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ડેપ્યુટી સરપંચને ઝડપી પાડ્યો હતો.

ફરિયાદીના કૌટુંબિક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર તરફથઈ મકાન મંજૂર થયેલ અને યોજનાના રૂપિયા બે હપ્તામાં તેમના બેંક એકાઉન્ટમાં 1.10 લાખ જમા થયેલા હ તા. જે મકાન મંજૂર થયેલ તેના વ્યવહાર પેટે ડેપ્યુટી સરપંચ હરિ ગાંગોડે ફરિયાદી પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ માગી હતી. તે પેટે 1 હજાર રૂપિયા આરોપીએ પહેલા જ લઈ લીધા હતા. બાકીના 4 હજારની માગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકુ ગોઠવી કપરાડા એસટી ડેપો પાસેથી ડેપ્યુટી સરપંચને 4 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આરોપીને નાઓને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *