- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Demolition In The Area Under The West Zone Office By The Town Planning Branch Of The Municipality, Rs. 2.15 Crore Land Was Opened
રાજકોટ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નંબર 1, ટી.પી. સ્કીમ નં.36/3-ઘંટેશ્વર-પરાપીપળિયા(મુસદ્દારૂપ), વોર્ડ નં.10, ટી.પી. સ્કીમ નં.20-નાનામવા(પ્રારંભિક), વોર્ડ નં.12, ટી.પી. સ્કીમ નં.15-વાવડી(અંતિમ) માં પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં તથા વોર્ડ નં.1, ટી.પી. સ્કીમ નં.33-રૈયા(મુસદ્દારૂપ) ના મુળખંડ નં.49માંથી પસાર થતો 18મી. ટી.પી. રોડ તથા વોર્ડ નં. 11, ટી.પી. સ્કીમ નં.27-મવડી(અંતિમ)ના 12 મી. તથા 24 મીટર ટી.પી. રોડમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 2.15 કરોડની અંદાજીત રૂ. 375 ચો.મી.ની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મનપાએ શાકમાર્કેટમાં ભાડુ નહીં ભરનાર 157 થડાઓ ખાલી કરાવ્યા
શાક માર્કેટમાં લાંબા સમયથી ભાડુ ભરપાઈ નહી કરતા 5 માર્કેટના કુલ-157 થડાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા. શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના 6 વેજીટેબલ માર્કેટ આવેલ છે. જેમાં કુલ-1072 જગ્યા થડાઓ શાકભાજી અને ફળફળાદીના વેપાર માટે ફાળવવામાં આવ્યા છે. જેનું માસિક ભાડુ રૂ.500/- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવે છે. લાંબા સમયથી ભાડુ ભરપાઈ નહી કરતા થડા હોલ્ડરને નોટીસ આપવા છતાં ભાડુ ભરપાઈ નહી કરતા 5 (પાંચ) માર્કેટના કુલ-157 થડાઓ મનપાએ કબ્જે લીધા હતા. જેમાં જ્યુબેલી માર્કેટ વિભાગ-1/2- 65, જ્યુબેલી માર્કેટ નાળિયેર વિભાગ-13, કોઠારીયા રોડ, હુડકો -16, ગોવિંદબાગ શાક માર્કેટ-06, ભોજા ભગત શાક માર્કેટ-14, લાખાજીરાજ શાક માર્કેટ (અંદરના-બહારના થડા)-36,લાખાજીરાજ શાક માર્કેટ વખાર-07 સામેલ છે.
મ્યુ. કમિશ્નર દ્વારા મનપાનાં 11 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન અપાયું
રાજકોટ મહાનગરપાલિકામાં ઓગસ્ટ-2023માં નિવૃત થતા 11 કમર્ચારીઓને મ્યુ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારી અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે માટેની વ્યવસ્થા પણ મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી. સાથે જ મ્યુ. કમિશનર આનંદ પટેલે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નિવૃત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.
.