- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- Demanding To Construct The College Complex At The Approved Site In Lakhpat’s Dayapar, The Locals Sent A Petition To The Mamlatdar.
કચ્છ (ભુજ )12 મિનિટ પેહલા
- કૉપી લિંક
લખપતના મુખ્ય મથક દયાપરમાં રૂપિયા નવ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી કોલેજના સંકુલ માટે જગ્યા ફાળવવામાં આવ્યા બાદ અહીં કોલેજના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ વન વિંભાગ દ્વારા આ જમીન ચિંકારા અભ્યારણમાં આવતી હોવાનું જણાવીને બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે. જેને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે તો બીજી તરફ મંજુર થયેલ આઠ એકર જેટલી જમીન અભ્યારણમાં આવતી હોવાથી તેના બદલે આ કોલેજ માટેની જમીન અન્યત્ર મંજૂર કરી તેના પર કોલેજના સંકુલ બનાવવા માટે થઈ રહેલી હિલચાલને પગલે તાલુકાના આગેવાનો દ્વારા દયાપરમાં જે જગ્યા કોલેજ માટે મંજૂર થઈ છે અને જ્યાં ખાતમુહર્ત કરાયું છે તેજ સ્થળે અધુરાશો પૂર્ણ કરી બાંધકામ શરૂ કરવાની લેખિત રજૂઆત મામલતદાર સમક્ષ કરવામાં આવી છે.

આ વિશે ગામનાં આગેવાન રણજીતસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, રાજુભાઈ સરદાર, વલીમામદ જત, ઉદયસિંહ જાડેજા, ગણપતસિંહ રાજગોર, જબરદાન ગઢવી સહિતના લોકો દ્વારા જિલ્લા કલેકટરને ઉદેશીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, દયાપર સુભાષ રોડ પર બનેલી મોડેલ સ્કૂલ અનેક અસુવિધાઓ ભોગવી રહી છે, જેમાં અભ્યાસ કરતી દીકરીઓની સુરક્ષાને લઈ પ્રશ્ન ઊભા થાય છે. માટે મંજુર થયેલી જગ્યા પર અધૂરાશો પૂર્ણ કરી કોલેજનું બાંધકામ તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે. જો આ જગ્યાના બદલે આ જમીન અન્યત્ર ખસેડવામાં આવશે તો તાલુકાના લોકો દ્વારા તેનો વિરોધ કરી ગાંધી ચિંધ્યામાર્ગે જવાની ફરજ પડશે એવી ચીમકી પત્રમાં આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ તાલુકા મથક દયાપર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અહીં આવેલા જિલ્લા કલેકટરે આ સ્થળને બદલે દયાપર પાનેલી માર્ગે આવેલી પડતર જમીનનું નિરીક્ષણ કર્યું હતું અને તેમના દ્વારા પણ નવી જગ્યાએ કોલેજનું નિર્માણ કરાય તેવું જણાવવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોની માગ મંજૂર થયેલી અને ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત થયેલી જગ્યાએ જ કોલેજ સંકુલનું નિર્માણ થાય.