Delivery of more than two crore MD drugs at Gita Mandir, Ahmedabad | અમદાવાદમાં બે કરોડથી વધુનાં MD ડ્રગ્સની ડિલીવરી કરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા, એક આરોપી વોન્ટેડ

Spread the love

અમદાવાદ7 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થયો છે. શહેરના ગીતામંદિર પાસેથી SOGએ 2 કરોડ 35 હજારનું MD ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ કરી છે. આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ ડીલીવરી કરવા આવનાર આરોપી પાસેથી વિગત મેળવવા માટે SOGની ટીમ પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ડિલિવરી અમદાવાદ જેવા મોટા શહેરોમાં થવાની હતી તેવી વિગતો પણ સામે આવી રહી છે.

કરોડનું ડ્રગ્સ પોલિસના હાથમાં આવ્યું
અમદાવાદ શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પાસે SOGની ટીમ બાતમીના આધારે વોચમાં હતી, ત્યારે એસટી બસમાં આવેલા બે શખ્સોની અટકાયત કરી હતી. જેમાં મહેશ ઉર્ફે વિજય રામ સહાયની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 કરોડ 35 હજારનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તો બીજી તરફ આ કેસમાં એક આરોપી વોન્ટેડ છે. પોલીસને બાતમી મળી હતી તેના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું અને કરોડોનું ડ્રગ્સ હાથમાં આવ્યું છે.

ડ્રગ્સના તાર ક્યાં સુધી તેની તપાસ
અમદાવાદ શહેરના સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ શખ્સો ઉત્તરપ્રદેશના છે અને તેઓ અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યા હતા. તેઓની પાસેથી બેગમાં નાના નાના ઝીપરમાં MD ડ્રગ્સનો જથ્થો હતો. આ ડ્રગ્સ અમદાવાદ તેમજ અલગ અલગ શહેરમાં ડિલિવરી આપવાની હતી, ત્યારે અમદાવાદ શહેરમાં જો આટલું મોટું ડ્રગ્સ ડિલિવરી આપવામાં આવ્યો હોય, ત્યારે ડ્રગ્સનું મોટાપાયે ચલણ શહેરમાં હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે જો કંપનીની બાબત છે કે આવનારા સમયમાં આ રેકેટમાં કોના કોના તાર ક્યાં સુધી પહોંચે છે તે તપાસ એજન્સી માટે મહત્વનો પડકાર છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *