વલસાડ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ તાલુકાના નાની દાંતી સ્મશાન ભૂમિ પાસે પસાર થતા સ્થાનિક લોકોને દરિયામાં ડુબીને તણાય આવેલી એક અજાણી લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. ગામના સરપંચે ઘટના સ્થળે પહોંચી ડુંગરી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ડુંગરી પોલીસે અજાણ્યા યુવકની દરિયામાં ડૂબેલી હાલતમાં યુવકની ડિકમ્પોઝ થયેલી લાશનો કબ્જો મેળવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વલસાડ તાલુકાના નાની દાંતી ગામના દરિયા કિનારે આવેલ સ્મશાન પાસે પસાર થતા સ્થાનિક લોકોએ એક અજાણ્યા યુવકની દરિયામાં ડૂબેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલી લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. ગામના સરપંચ અમ્રતભાઈ ટંડેલે ડુંગરી પોલીસને બનાવની જાણ કરી હતી. ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે લાશને ચેક કરતા ડિકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકો અને અગ્રણીઓ પાસે ચેક કરાવતા લાશની ઓળખ કરવી મુશ્કેલ હતું. યુવકે પહેરેલા કપડાં ચેક કરતા બીલીમરાની એક દુકાનનું દેશી તમાકુનું પેકેટ મળી આવ્યું હતું. જેથી અજાણ્યો યુવક નવસારી જિલ્લાના બીલીમોરા બાજુનો હોવાનો સ્થાનિકોએ અબે પોલીસ જવાનોએ પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. સાથે અજાણ્યા યુવક પાસે પોતાની ઓળખાણ કોઈ પુરાવા કે અન્ય કોઈ વસ્તુ મળી આવી ન હતી.
પોલીસે અજાણ્યા યુવકે ગ્રે કલરની હુડી અને હાફ જીન્સ પેન્ટ પહેરેલ છે. યુવાહના હાથમાં મહાકાલ લખેલું રબર બેન્ડ હાથમાં પહેરેલું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ યુવક બોટમાં ખલાસી કામ કરતા બોટમાંથી પડી ગયો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. હાલ નવસારી મરીન પોલીસ અને FSL તેમજ આજુબાજુના ગામોના અગ્રણીઓની મદદ લઈને લાશની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. નાની દાંતી ગામના સરપંચ અમ્રતભાઈ ટંડેલે ડુંગરી પોલીસ મથકે ADની નોંધ કરવી હતી. ડુંગરી પોલીસે લાશનો કબ્જો લઈ PM કરાવવાની તજવીજ હાથ ધરી છે.