- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Dashamata Ji’s Vrat Will Be Celebrated From August 16 To 25 At Dashamata Shakitpeeth Premises In Patan, Artisans Are Busy Putting Finishing Touches To The Idols.
પાટણ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
અધિક શ્રાવણ માસની અમાસ તિથિ પૂર્ણ થતાં અને પવિત્ર માસમાં શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતો, તહેવારો અને ઉત્સવો પૂર્વે દશામાના દસ દિવસીય વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. આગામી અધિક શ્રાવણ માસની અમાસને બુધવાર થી શરૂ થતા દસ દિવસીય આ વ્રતને લઈ પાટણના પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ દશામા શકિતપીઠ ખાતે વ્રતને અનુલક્ષીને તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ચાલુ વર્ષે અધિક શ્રાવણ માસને લઈ અષાઢ વદ અમાસથી શરુ થતા દશામાના વ્રતની ઉજવણી અધિક શ્રાવણ માસની અમાસ તિથિથી શરુ થશે.
આ વ્રત પાટણના સિધ્ધનાથ મહાદેવ મંદિર પરીસર ખાતે આવેલા દશામા શકિતપીઠ પરીસર ખાતે તા.16 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે તેમ દશામાતાજી મંદિરના પુજારીએ આતુ મહારાજે જણાવ્યું હતું. પૂજારી વધુમાં જણાવ્યું હતું કે, માતાજીની માટીની મૂર્તિનું સ્થાપન કરી ઘરમાં પૂજા વિધિ કરી ઘરમાજ વિસર્જન કરવા અપીલ કરી હતી.
અષાઢ માસ પૂર્ણ થતાં અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા જુદા જુદા તહેવારો અને ઉત્સવો પૂર્વે દશામાના દસ દિવસીય વ્રતનું શ્રધ્ધાળુ મહિલાઓમાં વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ત્યારે ચાલુ વર્ષે અધિક શ્રાવણ માસની અસમંજસને લઇ દશામાના વ્રતની કેટલાક શ્રધ્ધાળુઓએ અધિક માસમાં ઉજવણી કરી હતી. ત્યારે નીજ દશામાના દશ દિવસીય વ્રતને લઇ ઓતીયા પરીવાર દ્વારા મૈયાની મૂર્તીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
દશામાના વ્રતના 10 દિવસ અગાઉથી જ આ કારીગરો મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ આરંભી દે છે. ત્યારે આજે શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારમાં વર્ષોથી નાના-મોટા કદની દશામાની સાંઢણી વાળી મૂર્તિઓ બનાવતા ઓતિયા કારીગરો આ મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. જેમાં આ પરિવાર દ્વારા પોતાના વડવાઓની પરંપરાગત મુજબ આજે આ કળા તેઓએ ચથાવત રીતે જાળવી રાખી હોય તેમ પરીવારના તમામ સભ્યો દશામાની મૂર્તિઓને રંગરોગાન કરી તેને સુશોભીત કરવામાં વ્યસ્ત બની ગયા છે જેમાં પરિવારના સદસ્યો પોતાની વારસાગત પરંપરાની પેઢીને ચાલુ રાખવા દશામાની મૂર્તિને કલરકામ કરી રહેલા નજરે પડી રહ્યા છે.
તો ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલી મૂર્તિઓની માંગ વધુ હોઇ કારીગરો દ્વારા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિને બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિને વધુ મહત્વ આપી રહ્યા છે.આમ આગામી અધિક શ્રાવણ માસની અમાસ – બુધવારથી શરુ થતા દસ દિવસીય દશામાના વ્રતને લઇ વ્રતનો મહિમા જોવા મળી રહ્યો છે.