- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Dahod’s Yug Purani Was A Member Of The Intelligence Coding Team For The Chandrayaan 3 Mission, Two Other Alumni Also Contributed.
દાહોદ7 કલાક પેહલા
- કૉપી લિંક
ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળતા પુર્વક પહોંચતાં સૌ કોઈ આનંદની લાગણી સાથે ઉજવણી કરી રહ્યાં છે. દેશ તેમજ દુનિયા માટે આ એક ગૌરવની વાત છે. સમગ્ર ઈસરો ટીમને સૌ કોઈએ શુભેચ્છા પાઠવી રહ્યાં છે તેવામાં આ ટીમમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના માત્ર 20 વર્ષિય યુગ એચ. પુરાણીની પણ આ ચંદ્રયાન-3ની સફળતા પાછળ મહત્વની ભુમિકા રહી છે. દાહોદ શહેર સહિત જિલ્લા માટે આ એક ગૌરવની વાત છે. દાહોદના આ માત્ર 20 વર્ષિય યુવક સહિત અન્ય બે યુવતીઓ જેમાં એક મારીયા રતલામી અને ર્ડા. પ્રિયંકા ચૌધરી પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદના કુલ ત્રણ વિદ્યાર્થીઓ સામેલ
ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર દેશ સહિત દુનિયા માટે ગૌરવની વાત છે. દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી પર સફળતા પુર્વક લેન્ડીંગ કરાવતાં દેશભરમાં ઉજવણી સહિતનો માહૌલ જાેવા મળી રહ્યો છે. ઈસરોની ટીમને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાંથી આ ઈસરોની ટીમમાં સામેલ એક યુવક અને બે યુવતીઓનો પણ સામેલ થતાં દાહોદ જિલ્લા માટે પણ આ ગૌરવની વાત છે.
જેમાં દાહોદ શહેરમાં ગોવિંદનગરમા રહેતાં ૨૦ વર્ષિય યુગ હિતેશ પુરાણી જેઓ વર્ષાેથી દાહોદમાં વસવાટ કરતાં આવ્યાં છે. યુગ પુરાણીના પિતા હિતેષભાઈ પુરાણી દાહોદ નગરપાલિકાના મલેરીયા વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. 20 વર્ષિય યુગ પુરાણીની વાત કરીએ તો માત્ર આ નાની ઉંમરમાં યુગે વલ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. સૌથી નાની ઉંમરમાં એ.આઈ. (આર્ટીફીશીયલ ઈન્ટીલીજન્સ) નો કોર્સ કરનાર આ યુગ પુરાણીએ નાની ઉંમરમાં આ કોર્સ કરી વલ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચુક્યાં છે. યુગ પુરાણીએ ધોરણ 12 પાસ કર્યા પછી બેચલર ડિગ્રી લીધા પછી એની ઉપર એ.આઈ. (આર્ટીફીશીયલ ઈન્ટીલીજન્સ)નો કોર્ષ કર્યાે હતો અને ત્યાર બાદ પી.એચ.ડી. ફોરેન કન્ટ્રીથી કરી હતી. ચંદ્રયાન-3ની સફળતા પાછળ યુગ પુરાણીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. જેમાં યુગ પુરાણીના આર્ટીફીશીયલ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, યુગ પુરાણી દાહોદમાં રહી વર્ક ફોર્મ હોમ કામગીરી કરતાં હતાં. ધોરણ 12 પછી બી.ટેકમાં કોમ્પ્યુટર સાયન્સ ઈન્જીનીંયરીગના છેલ્લા વર્ષમાં યુગ પુરાણી હાલ રાજસ્થાનના ઉદેપુરથી અભ્યાસ કરી રહ્યાં છે.
બે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓની પણ ભુમિકા
આ ઉપરાંત દાહોદના અન્ય બે ભુતપુર્વ વિદ્યાર્થીનીઓ મારીયા રતલામી અને ર્ડા. પ્રિયંકા ચૌધરી પણ આ ચંદ્રયાન-3ની ટીમમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય લોકો દાહોદ શહેર સહિત જિલ્લામાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે અને દાહોદ જિલ્લાવાસીઓ ગૌરવ પણ અનુભવી રહ્યાં છે. દાહોદ જિલ્લા માટે આ એક ગૌરવની વાત છે કે, દાહોદ જિલ્લાના ત્રણ લોકો ચંદ્રયાન-3ની સફળતાનો ભાગ છે.