Dahod Municipal President’s husband attacked chief officer at his house, threatened to settle the complaint | દાહોદ પાલિકા પ્રમુખના પતિએ ચીફ ઓફિસર પર તેમના ઘરે જઈ હુમલો કરતા પોલીસ ફરિયાદ, વિરોધમાં ત્રણ પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Spread the love

દાહોદ12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દાહોદ નગર પાલિકાના પ્રમુખના પતિ અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ગઈકાલે રાત્રે ટેલીફોનીક બોલાચાલી થઈ હતી.ત્યારબાદ રાત્રે પ્રમુખના પતિએ ચીફ ઓફિસરના સરકારી નિવાસસ્થાને જઈ તેમની સાથે મારામારી કરી સરકારી કામમાં અડચણ ઉભી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ચીફ ઓફિસરે પ્રમુખના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

મોબાઈલ પર અભદ્ર મેસેજ કર્યા બાદ ઘરે જઈ ગાળા ગાળી કરી હુમલો કર્યો
દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલના પતિ ધર્મેન્દ્ર પંચાલ અને ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા વચ્ચે કોઈ બાબતે વિવાદ ઉભો થયો હતો.આ વિવાદ બાદ ધર્મેન્દ્ર પંચાલે ચીફ ઓફિસરને ફોન કર્યા હતા પરંતુ કોઈક કારણોસર તેમણે ફોનનો જવાબ આપ્યો ન હતો.ત્યાર પછી ધર્મેન્દ્ર પંચાલે ચીફ ઓફિસરના મોબાઈલ પર અભદ્ર મેસેજ કર્યા હતા.મેસેજ કર્યા બાદ આશરે 8:30 વાગ્યાના અરસામાં ધર્મેન્દ્ર ભાઈ કાર લઈને ઉસરવાણમા આવેલા ચીફ ઓફિસરના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.ચીફ ઓફિસરના ઘરે જઈને તેમના મોઢા પર નખ મારી ગાળા ગાળી કરી હતી અને સરકારી કામમાં રુકાવટ ઉભી કરી ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ બી ડિવીઝન પોલીસ મથકે પાલિકા પ્રમુખના પતિ ધર્મેન્દ્ર પંચાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઈપીકો 332,452 323 504,506(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ ઓફિસરની ચુપકીદી,ધર્મેન્દ્ર પંચાલે હાથાપાઈનો આક્ષેપ કર્યો
આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે અમોએ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે,કાયદો કાયદાનુ કામ કરશે.જ્યારે ધર્મેન્દ્ર પંચાલે જણાવ્યુ હતુ કે રામનગર મા ભુગર્ભ ગટરનુ કામ એજન્સી બરાબર કરતી ન હોવાથી એજન્સી સારી રીતે કામ કરે તેવી સુચના ચીફ ઓફિસર આપે તેવી રજૂઆત કરવા હું ગયો હતો.ચીફ ઓફિસરે તુ મારા ઘરે કેમ આવ્યો છે તેમ,નગર પાલિકાના કામ નગર પાલિકામા રાખવાના તેમ કહી મારી ફેંટ પકડી મારી સાથે તેઓએ હાથાપાઈ કરી હતી.જો કે બપોર સુધી ધર્મેન્દ્ર પંચાલ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ ન હતી.

જિલ્લાની ત્રણેય પાલિકાના કર્મચારીઓ આજે હડતાળ પર
દાહોદ જિલ્લામાં દાહોદ,ઝાલોદ અને દેવગઢ બારીઆ એમ ત્રણ નગર પાલિકા કાર્યરત છે.બીજી તરફ દાહોદ પાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરતા તેના વિરોધમાં દાહોદ જિલ્લાની ત્રણેય નગર પાલિકાના કર્મચારીઓએ આજે પેન ડાઉન હડતાલનું એલાન આપતા અરજદારો અટવાઈ પડ્યા છે.ઉલ્લેખનિય છે કે દિવસ પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પાસે દેવગઢ બારીઆ પાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો હવાલો પણ હાલમાં છે.

પોલીસ મથકે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ફરિયાદ
ગત રાત્રે આ ઘટના બનતા બી ડીવીઝન પોલીસ મથકે નગર પાલિકાના સદસ્યો, કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા.ફરિયાદ નોંધાંવતા પહેલા કેટલીયે મથામણો ચાલી હતી.કેટલાકની સૂચક ગેરહાજરીની ચર્ચા પણ થતી હતી ત્યારે મોડી રાત સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો.છેવટે રાત્રે 3 વાગ્યાના અરસામાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

આ ભૂકંપના આફ્ટર શોક અનુભવાશે?
નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલનો કાર્યકાળ પૂર્ણ થવામાં દસ બાર દિવસ બાકી છે.આગામી 12 સપ્ટેમ્બરે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે મુરતિયાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.તેવા સમયે જ બનેલી આ ઘટનાના આફ્ટર શોક આગામી ચૂંટણીઓમાં પણ અનુભવાય તો નવાઈ પામવા જેવુ નહી હોય.

​​​​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *