પાટણ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લામાં અલગ-અલગ રીતે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બની નાણાં ગુમાવનાર વ્યક્તિઓએ સાયબર ક્રાઇમ સેલમાં ફરીયાદ આપ્યા બાદ હાથ ધરાયેલી કાર્યવાહીમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેતરપીંડીનો ભોગ બનનાર ચાર વ્યક્તિઓને રૂા.1.53 લાખની રકમ પરત અપાવી છે.
મળતી માહિતી મુજબ હાલના સમયમાં મોબાઇલ ઉપર ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબક જેવી સોશ્યલ સાઈટો ઉપર વર્ક ફ્રોમ હોમ, શેરબજારમાં રોકાણ, સસ્તી ચીજવસ્તુઓ, કે અન્ય કોઇપણ રીતે નાણાંકીય લાભ આપવા બાબતે લીંકો મોકલી લોકોને લલચાવવામાં આવી રહ્યા છે અને આવી લાલચમાં ફસાયેલા લોકો ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનતા રહે છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ તાજેતરમાં ઓનલાઇન રૂપિયા ગુમાવનાર વ્યક્તિઓએ સાયબર ક્રાઇમ સેલ પાટણનો સંપર્ક કરી ફરીયાદ દાખલ કરાવી હતી. જેને પગલે જિ.પો.વડા દ્વારા સાયબર ક્રાઇમ સેલ અને એલસીબી ટીમ આવા ગના શોઘી અરજદારોને રૂપિયા પરત અપાવવા સૂચના આપતા સાયબર ક્રાઇમ સેલના પી.આઇ. આર.એમ. વસાવા, એલસીબી પી.આઇ. આર.કે. અમીન, તેમજ સ્ટાફના માણસો દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ-અલગ પ્રકારના વોલેટો, બેંકો તેમજ ઓનલાઇન પેમેન્ટ ગેટવેના સહયોગથી અનુક્રમે (1) રૂા.70,000(2) રૂા.20,000(3) રૂા.10,000અને (4) રૂ 53090 એમ કુલ મળી રૂ1,53,090 અલગ- અલગ ભોગ બનનારના એકાઉન્ટમાં પરત અપાવ્યા છે.