Categories: Gujrat

Cricket pitch near Nawarangpura stadium suggested to reopen for public, Rs 19000 crore deposit and launch during BJP’s term | નવરંગપુરા સ્ટેડિયમ પાસેની ક્રિકેટ પીચ લોકો માટે ફરી શરૂ કરવા સૂચન, ભાજપની ટર્મ દરમિયાન રૂ 19000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Spread the love

અમદાવાદ7 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ 11 સપ્ટેમ્બરે પૂરી થવા જઈ રહી છે ત્યારે આજે વર્ષ 2021થી 2023 સુધીની ટર્મની આજે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી મળી હતી. ભાજપના સત્તાધીશોના 910 દિવસમાં કુલ 139 સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી, જેમાં 1500થી વધુ નાના- મોટા કરોડો રૂપિયાના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અઢી વર્ષની કામ દરમિયાન કરોડો રૂપિયાના પ્રજાના વિકાસના કામોને મંજૂરી આપી છે. 19,000 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. પ્રજાકીય કામોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખારીકટ કેનાલ, ગાર્ડન, રોડ રસ્તા, બ્રિજ વગેરેના કામોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં 3900 કરોડ રૂપિયાના કામોમાં 85 ટકા કામોના ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે. 8000 કરોડથી વધુના કેપિટલની રકમના કામો થઈ ચૂક્યા છે.

નવીનીકરણનાં કારણે સ્ટેડિયમમાં પ્રવેશ બંધ
હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેડિયમની પાછળના ભાગે 10 જેટલી ક્રિકેટ પીચ આવેલી છે. શહેરના એક હજારથી વધુ યુવાનો રમવા માટે આવે છે ત્યારે ગત કમિટીમાં સ્ટેડિયમના નવીનીકરણને લઈને સ્ટેડિયમમાં પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ફરી એક વાર વિચારણા કરવા માટે થઈને કમિશનર કરવામાં આવ્યું છે ત્યાં કોઈ અલગ વ્યવસ્થા ઉભી થાય તો ત્યાં યુવાનો ક્રિકેટ રમી શકે.

વિવિધ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી
વધુમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં 15માં નાણાપંચ હેઠળ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી રૂપિયા 250 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા અને રૂપિયા 25 કરોડ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવનાર છે, જે કુલ રૂપિયા 275 કરોડના વિકાસના કામોનો ડીપીઆર તૈયાર કરી અને નેશનલ ડિઝાસ્ટર મીટીગ્રેશન ફંડને મોકલી આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ વિકાસના કામો માટે આ ગ્રાન્ટની રકમને ફાળવવામાં આવશે.

મેયર અને ટીમને શુભેચ્છાઓ પાઠવી
​​​​​​​
ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત કમિટીના સભ્યોની આજે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં તમામ અધિકારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. મેયરની અધ્યક્ષતામાં પાંચેય પદાધિકારીઓ દ્વારા અઢી વર્ષની ટર્મ દરમિયાન પ્રજાના કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અને આગામી નવી ટીમ દ્વારા લોકોના કામોને આગળ વધારવામા આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

  • ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 10000 કરોડથી વધુના કુલ 681 કામો
  • પૂર્વ લોકસભા વિસ્તારમાં રૂ. 6284 કરોડથી વધુના 492 કામો
  • પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂ. 3474 કરોડથી વધુના 265 કામો

2021-23ની સ્ટેન્ડિંગ કમિટીના મહત્વનાં નિર્ણયો
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ગ્યાસપુર ખાતે 500 એકરમાં જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું આયોજન કરેલ છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતનું મોટું જંગલ સફારી

  • રૂ. 1200 કરોડથી વધુના ખર્ચે ​​​​​​​ખારીકટ કેનાલનું નવિનીકરણ
  • રૂ. 632 કરોડના ખર્ચે નારણપુરા ખાતે ઓલમ્પીક કક્ષાનું સ્પોર્ટ સંકુલ
  • રૂ. 600 કરોડથી વધુનાં ખર્ચે શેઠ એલ.જી. અને શારદાબેન હોસ્પિટલનું નવિનીકરણ
  • શહેરના વિવિધ વોર્ડોમાં વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે રૂ. 400 કરોડ
  • રૂ. 274 કરોડથી વધુના ખર્ચે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
  • રૂ. 222 કરોડનાં ખર્ચે પિરાણા ખાતે સુએજ ટ્ર્રીટમેન્ટ પ્લાન્ટ
  • રૂ. 159 કરોડના ખર્ચે સાબરમતી રીવર ફ્રન્ટ ફેઝ-2 ના ડેવલપમેન્ટની કામગીરી
  • રૂ. 157 કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તારો માટે સરદાર પટેલ રીંગ રોડની સમાતંર પીવાના પાણીની પાઈપ લાઈનો નાંખવાનું કામ
  • રૂ. 140 કરોડના ખર્ચે ગોતા-ગોધાવી કેનાલના નવિનિકરણનું કામ
  • રૂ. 120 કરોડના ખર્ચે આશ્રમ રોડથી વિવિધ વિસ્તારો થઈ સાબરમતી રીવરફ્રન્ટ સુધી ડ્રેનેજ ટ્રંક લાઈનનું કામ
  • રૂ. 100 કરોડના ખર્ચે વાસણા વોર્ડમાં અંજલી ફ્લાય ઓવર બ્રિજનું કામ
  • રૂ. 100 કરોડથી વધુનાં ખર્ચે કોતરપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • રૂ. 38 કરોડથી વધુના ખર્ચે વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
  • રૂ. 10 કરોડથી વધુનાં ખર્ચે થલતેજ ખાતે પી.પી.પી. ધોરણે નવા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરની કામગીરી પ્રગતિમાં છે.
  • રૂ. 51 કરોડના ખર્ચે નિકોલ વિરાટનગર વોર્ડમા વિરાટનગર જંકશન પર ફ્લાય ઓવરનું કામ
  • અદ્યતન ઓટોમેશન સિસ્ટમ દ્ધારા પાણી વિતરણ વ્યવસ્થા માટે રૂ. 26 કરોડના ખર્ચે ત્રાગડ પાસે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટે.
  • પ્રધાનમંત્રીના હાઉસિંગ ફોર ઓલના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ રૂ. 935 કરોડથી વધુના ખર્ચે આવાસો બનાવવાના કામો હાથ ધરવામાં આવેલ છે.
  • અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં 2 વર્ષમાં 8 હજારથી વધુ આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીને આવાસો આપવામાં આવ્યા
  • જયારે 7900 જેટલા આવાસોનાં ખાતમુહૅત કરેલ છે જેની કામગીરી હાલ ચાલૂ છે.
  • શહેરના ઓછી આવક ધરાવતા લોકો ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તે માટે મહાનગપાલિકાએ ચાલૂ વર્ષે 61 ચો.મી. ના 2500 જેટલા એલ.આઇ.જી. આવાસોનુ આયોજન
  • શહેરના પૂર્વ વિસ્તારમા 532 આવાસો માટે રૂ.107 કરોડના ટેન્ડર મંજુરીની પ્રક્રિયામા છે.
  • શહેરીજનોની સુખાકારીને સ્પર્શતી સુવિધાઓ માટે રૂ.50 કરોડથી વધુના ખર્ચે વસ્ત્રાલ વોર્ડમા ઓડીટોરીયમ અને સ્વીમીંગ પૂલ
  • શહેરના થલતેજ, જોધપુર, ગોતા, સરખેજ વિવિધ વોર્ડોમાં રૂ.20 કરોડથી વધુના ખર્ચે સ્વીમીંગ પૂલ તેમજ જીમનેશ્યમ
  • શહેરના ચાંદખેડા, જોધપુર, થલતેજ વિગેરે વોર્ડોમાં રૂ.40 કરોડથી વધુના ખર્ચે કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટ
  • રૂ.29 કરોડથી વધુના ખર્ચે જોધપુરા વોર્ડમાં નવી આધુનિક ઝોનલ ઓફિસ
  • રૂ.17 કરોડના ખર્ચે નિકોલ વોર્ડમા નવું ફાયર સ્ટેશન
  • રૂ.15 કરોડના ખર્ચે વાડજ સ્મશાનગૃહ નવિનિકરણ
  • રૂ.83 કરોડના ખર્ચે પ્રહલાદ નગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ
  • શહેરીજનોની આરોગ્ય સેવાઓ માટે અદ્યતન હોસ્પિટલોની સુવિધાઓ ઉપરાંત 120 દિન દયાળ ક્લીનીક દ્ધારા શહેરીજનોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
  • શહેરને હરીયાળું અને પ્રદૂષણ મુકત કરવા માટે પ્રતિ વર્ષ 25 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક થકી શહેરનુ ગ્રીન કવરેજ 4.66 ટકાથી વધીને 10 ટકા વધુ થઇ છે.
  • શહેરમાં આવેલ તળાવોનું ઇન્ટર લીંકીંગ કરી બ્યુટીફિકેશન માટે તળાવોનો વિકાસ કરવાના કામ અન્વયે નિકોલ ગામ તળાવ, શકરી તળાવ, સોલા તળાવ, ગોતા તળાવ, થલતેજ તળાવ, શીલજ, છારોડી અને ત્રાગડ તળાવ જેવા વિવિધ તળાવો ડેવલપ કરવાના કામ હાલ ચાલુ છે.
  • રૂ.90 કરોડથી વધુનાં ખર્ચે ૫૧ આધુનિક સ્માર્ટ શાળાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.
  • ભિક્ષા નહિ શિક્ષા અભિયાન અન્વયે સિગ્નલ સ્કૂલનો નવતર પ્રયોગ
  • અ.મ્યુ. કોર્પો. દ્ધારા છેલ્લાં 2 વર્ષમાં અંદાજે રૂ.3 કરોડથી વધુના ખર્ચે 50થી વધુ આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવેલ છે.
  • વેરાના વળતરના ભાગરૂપે ઘરે ઘરે ડસ્ટ બીનનું વિતરણ
  • વર્ષ 2021-22 દરમ્યાન 7 લાખ જેટલા કરદાતાઓને 40 ચો.મી. થી ઓછા ક્ષેત્રફળ વાળી મિલ્કતોમાં 100 ટકા ટેક્સ માફી આપી.
  • વર્ષ 2022-23 દરમ્યાન 70 ચો.મી.સુધીની રહેણાંકની તમામ મિલ્કતોમાં 25 ટકા ટેક્સ માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો.
  • વર્ષ 2023-24 દરમ્યાન શહેરના રહેંણાક તથા બીનરહેણાંક મિલ્કત ધારકો માટે વ્યાજની રકમમાં 100 ટકા રીબેટ આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો.

.

gnews24x7.com

Recent Posts

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

6 months ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

6 months ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

7 months ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

7 months ago

Unveiling the Untitled: Behind-the-Scenes of the Canceled Game of Thrones Spin-off with Naomi Watts

Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…

8 months ago

Next Jurassic World Film: Director and Release Date Revealed

The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…

8 months ago