વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ડીઝલ કૌભાંડમાં સંડોવાયેલા દર્શન પંચાલની જવાહરનગર પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં દર્શન પંચાલની પૂછપરછ દરમિયાન બહાર આવેલી વિગતોના આધારે જવાહરનગર પોલીસે એડવોકેટ ભાવિન વ્યાસની ધરપકડ કરી છે. આજે ભાવિન વ્યાસને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર ડીઝલ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો ખુલશે?
આ અંગે ACP આર.ડી કવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એડવોકેટ ભાવિન વ્યાસને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો અને નામ ખુલી શકે છે.
શું હતો સમગ્ર મામલો
વડોદરા શહેર તેમજ અન્ય શહેરોમાં પેટ્રોલ પંપના સંચાલકોને વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડી કરનાર ગેંગના માસ્ટર માઇન્ડ દર્શન પ્રફુલ્લ પંચાલ સામે પોલીસ સ્ટેશનમાં 59.50 લાખની કિંમતના ડીઝલની ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવી ભેજાબાજ દર્શન પંચાલની ધરપકડ કરવામાં આવી હતી. દર્શન પંચાલે કોર્ટ રૂબરૂ આપેલા નિવેદનમાં ઘટસ્ફોટ કર્યો હતો. કોર્ટમાં નિવેદન આપ્યું કે, આ સમગ્ર કૌભાંડ પાછળ એડવોકેટ ભાવિન પ્રફુલચંન્દ્ર વ્યાસ છે. આ નિવેદન અને પુરાવાને આધારે જવાહરનગર પોલીસે ભાવિનની ધરપકડ કરી હતી.
3 દિવસના રિમાન્ડ મંજૂર
જવાહરનગર પોલીસે સમગ્ર કૌભાંડ અંગેની તપાસને તેજ કરી છે, ત્યારે આજે એડવોકેટ ભાવિન વ્યાસને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે સમગ્ર ડીઝલ કૌભાંડ પાછળ કોણ છે અને અન્ય કોણ કોણ શામેલ છે તે દિશામાં તપાસ અર્થે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
.