મહેસાણા12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા શહેર સહિત જિલ્લામાં શુક્રવારે પણ ઝરમર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બપોરના સમયે વાદળો અને સૂર્યનારાયણની સંતાકૂકડી જોવા મળી હતી. જોકે, સાંજે ફરી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.
જિલ્લામાં ગુરૂવાર રાત્રે મહેસાણામાં 1 મીમી વરસાદને બાદ કરતાં શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી એકપણ સ્થળે નોંધણીલાયક વરસાદ વરસ્યો ન હતો. બીજી બાજુ, વરસાદી માહોલના કારણે રાત્રી દરમિયાન પારો 25.2 ડિગ્રી અને દિવસ દરમિયાન 31.6 ડિગ્રી રહેતાં વાતાવરણમાં ઠંડકનું જોર વધુ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે જિલ્લામાં વરસાદની શક્યતા ના બરાબર રહી શકે છે.
રાત્રી દરમિયાન પારો 25.2 ડિગ્રી અને દિવસ દરમિયાન 31.6 ડિગ્રી રહેતાં વાતાવરણમાં ઠંડકનું જોર વધુ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે જિલ્લામાં વરસાદની શક્યતા ના બરાબર રહી શકે છે.
.