Complaint of sending recording on WhatsApp making implied threats | વોટ્સએપ પર રેકોર્ડિંગ મોકલી ગર્ભીત ધમકી આપતા ફરિયાદ

Spread the love

ભાવનગર2 કલાક પેહલા

  • કૉપી લિંક

વતનમાં આવેલી જમીનમાં ભાઇઓ ભાગ ચોખ્ખો જોઇએ તેમ જણાવી કાકાના જમાઇએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલી ગર્ભીત ધમકી આપતાં આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે, દેવેન્દ્રસિંહ ઝાલાએ જેતપુર ખાતે રહેતા અશ્વિનસિંહ હલુભા પરમાર સામે નોંધેલા ફરિયાદમાં જણાવ્યુ ચે કે, તેઓ ભાવનગર કાતે રહે છે અને વકીલાતનો વ્યવસાય કરે છે. આજે સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના વોટ્સએપ પર વોઇસ મેસેજ આવ્યો હતો, જે મેસેજમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે, વતનમાં આવેલી જમીનમાં ભાઇઓ ભાગ ચોખ્ખો જોઇએ અને ત્યાર બાદ વોઇસ મેસેજ કરનાર કાકાના જમાઇ અશ્વિનસિંહે પરમારે ઉકારા તુકારા સાથે ગર્ભીત ધમકીનો મેસેજ કર્યો હતો. આમ, મેસેજ મોકલનાર ગુનાહીત ઇતિહાસ ધરાવતાં હોવાના કારણે તેની સામે ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *