દ્વારકા ખંભાળિયાએક કલાક પેહલા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંગેની અમલવારી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વોચ અંગેની કાર્યવાહી દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનની પોલીસ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક “પોલીસ ડ્રોન” મારફતે ચેકિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ અંગે પોલીસ સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આ ડ્રોન ઉડાવતા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા શરદ મગનભાઈ નસીત નામના 28 વર્ષના પટેલ યુવાનની અટકાયત કરી. આ શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ અંગેની કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. સિંગરખીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, જગદીશભાઈ કરમુર તથા કિશોરસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.
સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ પાંચ સામે ગુનો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા સ્મિતભાઈ પ્રકાશભાઈ બાંભરોલીયા નામના 23 વર્ષના સરકારી કર્મચારી તેમની સાથે અન્ય એક આસામી આવળાભાઈને સાથે લઈ અને કલ્યાણપુર તાલુકાના ભોગાત વિસ્તારમાં મોડી રાત્રિના સમયે પોતાની ફરજ બચાવી રહ્યા હતા. ત્યારે એક હોટલ પાસેના દરિયાકાંઠા તરફ જતા રસ્તે પ્રકાશ ચાવડા, યોગેશ ચાવડા, મેરુ ચાવડા, સલીમ મલેક અને બોઘા આહીર ઠાકર હોટલ વાળા નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, પોતાનો સમાન ઇરાદો પાડવાના ઇરાદાથી સરકારી કર્મચારી સ્મિતભાઈને બિભત્સ અપશબ્દો બોલ્યા બાદ, હુમલો કરી અને તેમની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પાંચેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 353, 143, 147, 149, 186 તથા 504 મુજબ ગુનો નોંધી, અહીંના એ.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દ્વારકા નજીક કારની અડફેટે યુવાન ઇજાગ્રસ્ત
દ્વારકા તાલુકાના ઓખા મઢી વિસ્તારમાં રહેતા પબુભાઈ કારાભાઈ મૂન નામના 40 વર્ષના યુવાન પોરબંદર હાઈવે રોડ પર તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા મોટરકારના ચાલકે પબુભાઈ મૂનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને હેમરેજ સહિતની નાની-મોટી ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના મોટાભાઈ પુંજાભાઈ મૂનની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા મહિલા સહિત દસ ઝડપાયા
દ્વારકાથી આશરે છ કિલોમીટર દૂર બરડીયા ગામે પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી નિલેશ આલા નાંગેશ, નારણ હીરા નાંગેશ, મનસુખ ફોગા નાંગેશ, નાનજી લખમણ ગોહેલ અને જેસા હમીર નાંગેશ, નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 10,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડીનાર મરીન પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સમીમબાનુ ઈકબાલ સુંભણીયા, હમીદ હારુન સંઘાર અને હુસેન અબ્દુલ ચમડીયાને રૂપિયા 2,500ના મુદ્દામાલ સાથે જ્યારે અન્ય એક દરોડામાં રાત્રિના સમયે જુગાર રમતા ઉમર જુસબ સુંભણીયા અને આદમ એલીયાસ ખલીફાને રૂપિયા 1,370ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
રખડતા ભટકતા શખ્સો સામે કાર્યવાહી
મીઠાપુરના ઇન્દિરા નગર વિસ્તારમાંથી રાત્રિના સમયે આરંભડાના બલભદ્રસિંહ ગુમાનસિંહ જાડેજા (ઉ.વ. 40) તથા આ જ વિસ્તારમાંથી અજીત કરીમ થૈયમ (ઉ.વ. 30)ને પોલીસે દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી. મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં આવેલી સોની બજારમાં છુપાતા શંકાસ્પદ હાલતમાં ભોજા જીવણ હાથીયા નામના 55 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર જામ રોજીવાડા ગામના પાટીયા પાસેથી પોલીસે દીપક કેશુ કરથીયા નામના 36 વર્ષના શખ્સને રૂ. 10,000ની કિંમતના સાઈન મોટરસાયકલ પરથી જ્યારે ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર કપુરડી ચેકપોસ્ટ પાસેથી જામનગર તાલુકાના નવાગામ ખાતે રહેતા દિપક દેવાયત ચાવડા (ઉ.વ. 35)ને રૂપિયા 70 હજારની કિંમતની સેન્ટ્રો મોટરકારને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ કલમ 185 વગેરે હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
હુમલો કરવા સબબ બે શખ્સો સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા બાબુભાઈ કારાભાઈ ચનાભાઈ પાંડાવદરા નામના 47 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને આ જ વિસ્તારમાં રહેતા અરશીભાઈ પુંજાભાઈ રાવલિયા તથા ધવલ અરશીભાઈ રાવલિયાની જમીન ભાગમાં વાવવા રાખી હતી. ત્યાં આરોપીઓની ભેંસોના તબેલાના વાસીંદુ કરવાના એક માસના રૂપિયા 6,000 બાબુભાઈએ નક્કી કર્યા બાદ આરોપીઓએ ભુક્કો ભરવાનું કહેતા આ બાબતે થયેલી બોલાચાલી પછી ઉશ્કેરાયેલા આરોપીઓએ ખુરશીનો ઘા કરી, પ્લાસ્ટિકની નળી વડે ફરિયાદી બાબુભાઈ પાંડાવદરા અને ઇજાઓ કર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ફરિયાદ
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતે રહેતા હનીફ ઈશાભાઈ ભેંસલીયા નામના 25 વર્ષના મછીયારા મુસ્લિમ યુવાનને આ જ વિસ્તારમાં રહેતા અનવર આલી ભેંસલીયા, ગુલામ આલી ભેંસલીયા અને હાસમ આલી ભેંસલીયા નામના ત્રણ શખ્સોએ બિભત્સ અપશબ્દો બોલી, લાકડી લઈને બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી હનીફનો કૌટુંબિક ભત્રીજો સોયબ આરોપી ગુલામ આલી સાથે ખલાસીમાં હોય અને હવે તે ખલાસીમાં જવા માંગતો ન હોવાથી આ બાબતના મનદુઃખનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ત્રણેય બંધુઓ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2),114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
.
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…