Complaint against two men threatening to kill Khambhaliya youth; 11 arrested in gambling raids at three places | ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી આપતા બે શખસો સામે ફરિયાદ; ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 11 ઝડપાયા

Spread the love

દ્વારકા ખંભાળિયાએક કલાક પેહલા

  • કૉપી લિંક

યુવાનને મારી નાખવાની ધમકી: બે શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા રમેશભાઈ રત્નાભાઈ મોરી નામના રબારી યુવાન પોતાનું ડમ્પર લઈ અને કાકરી ભરવા જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર કંચનપુર ગામ તરફ જતા માર્ગે આ જ ગામના રહીશ કાસમ ખફી અને કાદર ખફી નામના બે શખ્સોએ પોતાનું વાહન લઇને આવી, ડમ્પરના ચાલક રમેશભાઈ મોરીને કંચનપુર ગામ તરફ જતા રસ્તામાંથી નીકળવાની ના કહી, અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે રમેશભાઈ મોરીની ફરિયાદ પરથી કંચનપુર ગામના કાસમ ખફી અને કાદર ખફી સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામના પાટીયા પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક ટ્રકના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા મહેશભાઈ લાલજીભાઈ વાડોલીયાના વાહન સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઇક ચાલક મહેશભાઈને તથા તેમની સાથે જઈ રહેલા રમેશભાઈ નામના એક વ્યક્તિને પણ નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે લાલજીભાઈ બચુભાઈ વાડોલીયા (ઉ.વ. 55, રહે. ભાણખોખરી, મૂળ બીલખા ખડિયા)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત સાંજે ભાટીયા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે જુગાર દરોડો પાડી, ભાટીયા ગામના કરસન જેઠા નંદાણીયા નામના શખ્સ દ્વારા પોતાની ઓરડીમાં જુગારીઓને જુગાર રમવા માટે જરૂરી સગવડ પુરી પાડી. તેના બદલામાં નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે દેશુર અરજણ ચાવડા, સામત ખીમા ચાવડા, વિમલ મથુરાદાસ સામાણી, સુરેશ શામળદાસ કાપડી, બોઘા લખુ ચાવડા અને ગોપાલ નથુ પરમાર નામના છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પકડાયેલા આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 38,720 રોકડા તથા રૂપિયા 20,500ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,59,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન ઓરડીનો માલિક કરસન જેઠા નંદાણીયા તેમજ રવિ મેરગ ચાવડા અને હમીર સામત ચાવડા નામના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાંથી પોલીસે કમલેશ ભોલા ડાંગરિયા, સુનિલ રમેશ બામરોલીયા અને અર્જુન નરેશ કોરડીયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 1,620ના મુદ્દામાલ સાથે જ્યારે સલાયા નજીકના સોડસલા ગામેથી ગતરાત્રે ડાયા રણમલ પરમાર અને ખેંગાર બુધા મકવાણા નામના બે શખ્સોને પોલીસે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *