Complaint against the youth who befriended the minor and committed the crime | સગીરા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજારનારા યુવક વિરૂદ્ધ ફરિયાદ

Spread the love

આણંદએક કલાક પેહલા

  • કૉપી લિંક
  • વિરસદ પોલીસે બે વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજારવાના બનાવમાં વિરસદ પોલીસે યુવક તેમજ મદદગારી કરનારા તેના મિત્ર વિરૂદ્ધ પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં આવેલા ફુલબાઈ વાળા ફળિયામાં રહેતાં જગદીશ રયજી સોલંકી તથા તેના મિત્રએ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે એક વર્ષ અગાઉ પરિચય કેળવ્યો હતો. દરમિયાન, તે અવાર-નવાર તેણીને લગ્નની લાલચ આપતો હતો અને અવાર-નવાર તેને એકાંતમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. દરમિયાન, ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ બ્હાનું કાઢી તેણીને ઘરની બહાર બોલાવી યુવક તેમજ તેનો મિત્ર બાઈક પર બેસાડી ભગાડી ગયા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી. જેમાં બીજા દિવસે મોડી સાંજે સગીરા તેના ઘરે પરત ફરી હતી. આ અંગે પરિવારજનોએ તેને પૂછતાં યુવક અંગેની સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે વિરસદ પોલીસે જગદીશ સોલંકી અને તેના મિત્ર વિરૂદ્ધ પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *