મોરબી5 કલાક પેહલા
- કૉપી લિંક
આજના સમયમાં સોશિયલ મીડિયા જેવા માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો સકારાત્મક પરિણામો મળી શકે છે. જેનું જવલંત ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું જ્યાં સોશિયલ મીડિયાના સદુપયોગથી મોરબી તાલુકા પોલીસની શી ટીમે આજે પરિવારથી વિખુટી પડેલી અસ્થિર મગજની મહિલાનું પુનઃમિલન કરાવ્યું હતું.
બનાવની મળતી માહિતી અનુસાર આજે મોરબી તાલુકા પોલીસની શી ટીમના psi બી.એમ.બગડા, ASI નેહલબેન ખડિયા, ખમાબેન બગોદરિયા અને લક્ષમણભાઇ ચાવડા પેટ્રોલિંગમાં હતા. એ સમયે મોરબી તાલુકાના લીલાપર ગામના પાટિયા પાસે એક અસ્થિર મગજની મહિલા રખડતી ભટકતી જોવા મળી હતી. જેથી તુરંત પોલીસ કર્મીઓ તેમની પાસે ગયા હતા અને તેની પૂછપરછ કરતા મહિલાએ પોતાનું નામ જણાવ્યું હતું. તેઓ મોરબી તાલુકાના ગામના વતની હતા. તેવી માહિતી મહિલા પાસેથી મળી હતી.
જેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમના ફોટા પાડીને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોટા દ્વારા તેમના વાલીવારસની શોધખોળ કરવામાં આવી હતી. પોલીસની આ પોસ્ટને નિહાળીને તેના પતિ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેઓ મોરબી તાલુકા પોલીસ મથકમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે આજે સવારે કોઈને કશું કહ્યા વગર ઘરેથી એકલા નીકળી ગયા હતા અને તેઓ માનસિક અસ્થિર હોય જેથી તેમની દવા પણ ચાલુ છે તેવું તેમના પતિએ જણાવ્યું હતું. વધુમાં પોલીસે મહિલાનું પૂરું નામ ઓળખ કરાવી હતી. આમ મોરબી તાલુકા પોલીસની સીટી થતા તેમણે મહિલાને પરિવારજનોને પરત સોંપી હતી.
.