મહુવા38 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સ્વચ્છ મહુવા અને પ્લાસ્ટિક મુક્ત મહુવા અભિયાન
- શાસનસમ્રાટના 150માં જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં
પૂ.શાસનસમ્રાટશના 150માં જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં મહુવામાં મારૂ મહુવા, સ્વચ્છ મહુવા, વ્યસન મુક્ત મહુવા, મારૂં મહુવા પ્લાસ્ટીક મુક્ત મહુવા, પરસ્પર ભાઇચારો વધે તેવા સંકલ્પો સિધ્ધ કરતી મહારેલીનું તા.26/8ને શનિવારે સવારે 9.30 કલાકે આયોજન કરવામાં આવેલ છે.
મહારેલી પૂ.આ.ભ. રાજહંસ સુરીશ્વરજી મ.સા. આદિ. તથા વિશાળ શ્રમણ-શ્રમણી ગણની નિશ્રામાં શનિવારે 9.30 કલાકે જે.પી. પારેખ હાઇસ્કુલ વાસીતળાવ, ગાંધીજીનું પુતળુ, ગાંધીબાગ, પરશુરામ ચોક, થઇને પારેખ કોલેજ પહોચશે. રેલીમાં સમગ્ર મહુવાની દરેક શાળાઓ, કોલેજના બાળકો નગરજનોને જોડાવા શ્રી તપા. જૈન સંઘ દ્વારા જણાવેલ છે. સ્વચ્છ મહુવા અને પ્લાસ્ટિક મુક્ત મહુવા અભિયાન અંતર્ગત મહુવા શહેરમાં સ્વચ્છતા રેલી માટે આમંત્રણ સ્વીકારી રેલીમાં જૈન સંઘ દ્વારા સ્વચ્છતા અને પ્લાસ્ટીક મુકત મહુવા સાથે વ્યસન મુક્તિ અભિયાન પણ સામેલ કરવામાં આવેલ છે. રેલીમાં જૈન સંઘ અને સ્વામીનારાયણ સંપ્રદાય ના ધર્મગુરૂઓ તથા તેમના અનુયાઇઓ ભાગ લઈને રેલીને પ્રોત્સાહિત કરશે.
.