19 મિનિટ પેહલા
- કૉપી લિંક
અદાણી પાવર મુન્દ્રા, કોલસાની ખરીદી, વીજ પાવર વગેરે બાબતને ફરી એકવાર રાજકીય ક્ષેત્રમાં ભૂત ધુણ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે. અદાણીને મળવાપાત્ર 9,902 કરોડ જ થતા હતા, એટલે 3,900 કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું હતું કે, મુન્દ્રા પ્લાન્ટમાંથી 2434 મે.વોમાંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય. આ થયેલી ચુકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી Base Rate મુજબ સરભર થશે અને હાલમાં થયેલ ચુકવણી અંતિમ નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ : શક્તિસિંહ ગોહિલ
મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ : કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પરચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી. તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે. તેના ડોક્યુમેન્ટ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUSનો જે ભાવ હોય તેની સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલા કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષ 2018થી લઈ વર્ષ 2023સુધીના 5 વર્ષના ગાળા દરમિયાન અદાણીને 13,802 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.
કોલસાના બિલ આપવામાં આવતા નથી : આક્ષેપ
જ્યારે ખરેખર અદાણીને મળવાપાત્ર 9,902 કરોડ જ થતા હતા, એટલે 3,900 કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા હતા. જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, સુપ્રીમ કોર્ટ તપાસની કિમટી બનાવતી હતી અને સેબીની ઈન્કવાયરી શરૂ થવામાં હતી તેમજ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી પણ વિરોધ પક્ષે માંગી, ત્યારે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બિલો આપવામાં આવતા નથી, સ્પર્ધાત્મક ભાવ અંગેના કે પારદર્શિતા અંગેના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી અને માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને 13,802 કરોડ સરકાર પાસેથી લીધા છે.
ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે મોંઘી વીજળી
કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ 2018થી વર્ષ 2023 સુધીમાં મળવાપાત્ર 9,902 કરોડ જ થાય છે, એટલે કે 3,900 કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાખ્યો. હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલા નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે.
કોંગ્રેસના અનેક સવાલો
વગર બિલો મેળવ્યું અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? 3,900 કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ED,CBI અને SB કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? 5 વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા ? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા ? 3,900 કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે આપ્યો વિગતવાર જવાબ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે 2 વીજ ખરીદી કરાર તારીખ 06 ફ્રેબુઆરી 2007 (બીડ 1) અને 02 ફ્રેબુઆરી 2007 (બીડ 2) કરવામાં આવેલો છે. તારીખ 5મી ડિસેમ્બર 2018ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટસ કરાર કરવામાં આવેલા જે અંતર્ગત થયેલી કોલસાની ખરીદીના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચૂકવણી કરવાની જોગવાઈ છે. GUVNL અને APMuL દ્વારા પડતર મુદ્દાઓના જેવા કે એનર્જી ચાર્જની ગણતરી, પાછલા સમયગાળાનું નુકશાન સહીતના મુદ્દાઓનું નિરાકરણ માટે અને રાજ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તારીખ 3જી જાન્યુઆરી 2022 ના રોજ Settlement Deed કરવામાં આવેલા અને GUVNL દ્વારા તારીખ 30મી માર્ચ 2022ના રોજ CERC સમક્ષ વીજ કરાર અંતર્ગત તારીખ 15મી ઓક્ટોબર 2018ની સ્થિતિ માટે માર્કેટના ભાવને ધ્યાને રાખીને, ચકાસણી બાદ કરાર માટે Base Rate નિર્ધારિત કરવાની રજૂઆત કરવામાં આવેલા છે.
કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો
CERC દ્વારા તારીખ 13મી જુન 2022ના ચુકાદા મુજબ Base Rate નિર્ધારિત કરવામાં આવેલા અને આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ જે Base Rate મંજુર કરવામાં આવશે. તે મુજબ તારીખ 15મી ઓક્ટોબર 2018થી તમામ ચુકવણીને reconcile કરીને સરભર કરવામાં આવશે. સપ્ટેમ્બર-2021 બાદ અંતરાષ્ટ્રીય માર્કેટમાં આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયેલા જે વર્ષ 2022માં 331 ડોલર પ્રતિ ટન થયેલી. તમામ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન બંધ કરવામાં આવેલી. જે સમય દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પણ વીજ કટોકટી ન થાય અને અન્ય રાજ્યમાં થતા લોડ શેડિંગની પરિસ્થિતિને નિવારવાના હેતુથી ઈલેકટ્રીસીટી સેક્શન 11 હેઠળ દેશના તમામ આયાતી કોલસાના પ્રોજેક્ટને વીજ ઉત્પાદન ચાલુ કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.
વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુ કાર્ય
મુન્દ્રા પ્લાન્ટમાંથી 2434 મે.વોમાંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તારીખ 5મી ડિસેમ્બર 2018ના સપ્લીમેન્ટસ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઇન્ટરિમ ધોરણે ચુકવણી કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરીમ ધોરણે ચૂકવણી માટે અદાણી પાવર દ્વારા સબમિટ કરવામાં આવેલા કોલસાના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછું હોય તેને માન્ય રાખી ઈન્ટરિમ ધોરણે ચૂકવણી કરવામાં આવેલી છે અને આ રકમ રાજ્ય સરકાર દ્વારા Base Rate નક્કી થાય તે મુજબ તારીખ 15મી ઓક્ટોબર 2018થી ગણતરી કરી જરૂરી રકમ સરભર કરવામાં આવશે.
કોંગ્રેસના આક્ષેપો ગેરમાર્ગે દોરનારા કહ્યું
રાજ્યની પ્રજાને ગુણવત્તા યુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે એ હેતુથી GUVNL દ્વારા અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરી જ્યાં સુધી Base Rate આખરી ન થાય ત્યાં સુધી ઇન્ટરિમ (interim) ચુકવણી કરવામાં આવે છે. આમ,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ કે અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા 5 વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવેલ છે તે ગેરમાર્ગે દોરનારા છે કારણ કે, આ થયેલી ચુકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી Base Rate મુજબ સરભર થશે અને હાલમાં થયેલ ચુકવણી અંતિમ નથી.
કોંગ્રેસના અનેક સવાલો
વગર બિલો મેળવ્યું અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? 3,900 કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ED,CBI અને SB કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? 5 વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા ? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા ? 3,900 કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ઋષિકેશ પટેલે આપ્યા વિગતવાર જવાબ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે 2 વીજ ખરીદી કરાર તારીખ 06 ફ્રેબુઆરી 2007 (બીડ 1) અને 02 ફ્રેબુઆરી 2007 (બીડ 2) કરવામાં આવેલો છે. તારીખ 5મી ડિસેમ્બર 2018ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવેલા જે અંતર્ગત થયેલી કોલસાની ખરીદીના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચુકવણી કરવાની જોગવાઈ છે. GUVNL અને APMuL દ્વારા પડતર મુદાઓના જેવા કે એનર્જી ચાર્જની ગણતરી, પાછલા સમયગાળાનું નુકશાન સહીતના મુદ્દાઓના નિરાકરણ માટે અને રાજ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તારીખ 3જી જાન્યુઆરી 2022 ના રોજ Settlement Deed કરવામાં આવેલા અને GUVNL દ્વારા તારીખ 30મી માર્ચ 2022ના રોજ CERC સમક્ષ વીજ કરાર અંતર્ગત તારીખ 15મી ઓક્ટોબર 2018ની સ્થિતિ માટે માર્કેટના ભાવને ધ્યાને રાખીને, ચકાસણી બાદ કરાર માટે Base Rate નિર્ધારિત કરવાની રજૂઆત કરવામાં આવેલા છે.
કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો
CERC દ્વારા તારીખ 13મી જુન 2022ના ચુકાદા મુજબ Base Rate નિર્ધારિત કરવામાં આવેલા અને આ મુદો રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ જે Base Rate મંજુર કરવામાં આવશે. તે મુજબ તારીખ 15મી ઓક્ટોબર 2018થી તમામ ચુકવણીને reconcile કરીને સરભર કરવામાં આવશે. સપ્ટેમ્બર-2021 બાદ અંતરાષ્ટ્રીય માર્કેટમાં આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયેલા જે વર્ષ 2022માં 331 ડોલર પ્રતિ ટન થયેલી. તમામ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન બંધ કરવામાં આવેલી. જે સમય દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પણ વીજ કટોકટી ન થાય અને અન્ય રાજ્યમાં થતા લોડ શેડિંગની પરિસ્થિતિને નિવારવાના હેતુથી ઈલેકટ્રીસીટી સેક્શન 11 હેઠળ દેશના તમામ આયાતી કોલસાના પ્રોજેક્ટને વીજ ઉત્પાદન ચાલુ કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.
વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુ કાર્ય
મુન્દ્રા પ્લાન્ટમાંથી 2434 મે.વોમાંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તારીખ 5મી ડિસેમ્બર 2018ના સપ્લીમેન્ટલ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઈંટરીમ ધોરણે ચુકવણી કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરીમ ધોરણે ચૂકવણી માટે અદાણી પાવર દ્વારા સબમિટ કરવામાં આવેલા કોલસાના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછું હોય તેને માન્ય રાખી ઈન્ટરીમ ધોરણે ચૂકવણી કરવામાં આવેલી છે અને આ રકમ રાજ્ય સરકાર દ્વારા Base Rate નક્કી થાય તે મુજબ તારીખ 15મી ઓક્ટોબર 2018થી ગણતરી કરી જરૂરી રકમ સરભર કરવામાં આવશે.
કોંગ્રેસના આક્ષેપો ગેરમાર્ગે દોરનારા કહ્યું
રાજ્યની પ્રજાને ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે એ હેતુથી GUVNL દ્વારા અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરી જ્યાં સુધી Base Rate આખરી ન થાય ત્યાં સુધી ઈંટરિમ (interim) ચુકવણી કરવામાં આવે છે. આમ,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ કે અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા 5 વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવેલ છે તે ગેરમાર્ગે દોરનારો છે કારણ કે, આ થયેલી ચુકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી Base Rate મુજબ સરભર થશે અને હાલમાં થયેલ ચુકવણી અંતિમ નથી.
.