સુરતએક કલાક પેહલા
- કૉપી લિંક
સુરતના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ પાસે મોડે રાત્રે સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારી વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલમાં કામ કરતાં કોસ્ટેબલનો ભાઈ નોકરીએથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત થતા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ કર્મીઓ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. હાલ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે કોન્સ્ટેબલને સ્થાનિકોએ માર માર્યો
ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઈ રોરો ફેરીમાં નોકરી કરે છે. જે નોકરી પરથી રાત્રિના સમયે પરત ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. અકસ્માત થયા બાદ ત્યાં હાજર સ્થાનિકો સાથે ઉગ્ર બોલચાલ થઈ હતી અને કોસ્ટેબલના ભાઈ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરતા કોસ્ટેબલ અને અન્ય સાથી કર્મચારી ત્યાં પહોંચ્યા હતા.
સ્થાનિક યુવાનને માર મારતા સ્થિતિ વધુ બગડી
જ્યાં સ્થાનિકો અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં પોલીસ કર્મચારીઓને સ્થાનિક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ મહિલાઓ દ્વારા પણ તેમને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત થયા બાદ બંને પોલીસ કર્મચારીએ સ્થાનિક યુવાનને માર મારતા સ્થિતિ વધુ બગડી હતી અને તેના કારણે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ઈચ્છાપોર પોલીસ પી. આઈ. આર. જી. દેસાઈએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે ઝઘડોની ઘટનાની જાણ થતા જ અમારી ટીમ ઘટનાસ્થળો પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. નજીવો અકસ્માત થયા બાદ ઝઘડો વધી ગયો હતો. જેમાં એક કોન્સ્ટેબલને વધારે ઇજા થતાં તે હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
.