પાલનપુર25 મિનિટ પેહલા
- કૉપી લિંક
- મારી માટી મારો દેશ કાર્યક્રમના આયોજન મુદ્દે બાખડયા
પાલનપુર તાલુકાના કાણોદરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમના આયોજન મુદ્દે ગામના તલાટી અને શિક્ષકો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.
પાલનપુર તાલુકાના કાણોદરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે, સરકારી કાર્યક્રમનું આયોજન કરવાની જવાબદારી તલાટીની હોય છે. છતાં અમે ગ્રામ પંચાયતને બદલે અમારી શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ તલાટીએ કાર્યક્રમના આયોજનને લઈને અમારા સિનિયર શિક્ષકો સાથે બેહુદુ વર્તન કર્યું હતું.
આ અંગે કાર્યક્રમ પૂરો થયા પછી કહેવા જતાં તલાટી ઉશ્કેરાઈ ગયા હતા. અને અમારી સાથે બબાલ કરી હતી. જોકે, આ અંગે કોઈ જગ્યાએ લેખિત રજૂઆત કરી નથી.
આ અંગે તલાટી રમેશભાઈએ જણાવ્યું હતું કે, સીઆરસી સહિત શિક્ષકોનો એવો પ્રયત્ન હતો કે કાર્યક્રમ રૂપરેખા પ્રમાણે ન થાય. હું મારી ફરજ પ્રત્યે નિષ્ઠા ધરાવતો હોય તેમ થવા ન દીધું એટલે મારા ઉપર કામચોર સહિતના આક્ષેપો કર્યા છે. મારા કાર્યમાં દખલગીરી કરવાનું એમને આવતું નથી. આ અંગે મારા ઉપરી અધિકારીને જાણ કરી છે.
.