નર્મદા (રાજપીપળા)એક કલાક પેહલા
- કૉપી લિંક
લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસુરી ખાતે તાલીમ લઈ રહેલા 14 જેટલા ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની ઓફિસર્સ એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. તેમણે દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ જેવા ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતા આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા વિષય પર ઝીણવટપૂર્ણ અભ્યાસ કર્યો હતો.
શિક્ષણ, આરોગ્ય, પોષણ, આર્થિક વિકાસ, રસ્તા, વીજળી, પીવાનું પાણી,જેવી મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધાઓ સહિત તેમને વિકાસની મુખ્ય હરોળમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો લાભ લઈ રહેલા આદિવાસી સમાજના બાળકો, માતા, વિદ્યાર્થીઓ, યુવાનો સાથે સંવાદ કર્યો હતો.
તાલીમાર્થી અધિકારીઓ આદિવાસી જીવનશૈલી અને આજીવિકા અંગે માહિતી મેળવીને જાત નિરિક્ષણ કર્યુ હતુ. સમુદાયના ભાઈ-બહેનો માટે વાંસની અદભૂત કારીગરી, હસ્તક્લાની વિવિધ ચીજવસ્તુઓના નિર્માણ થકી ઉભી થયેલી રોજગારની તકોથી ખુબ જ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ટ્રેઈની આઈએએસ ઓફ્સિર વૈષ્ણવી પૌલએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા જણાવ્યું કે, સ્વસહાય જૂથ દ્વારા તૈયાર કરાયેલી ગુણવત્તાયુક્ત વાંસ આધારિત ચીજ વસ્તુઓ તથા હસ્તકલા રાજ્ય-રાષ્ટ્ર સુધી સિમિત ન રહેતા વૈશ્વિક સ્તરે પહોંચે, તેની માગ વધે અને સંપૂર્ણ વિશ્વ, ભારત દેશના સમૃદ્ધ ટ્રાયબલ કલ્ચર વિશે અવગત થાય તે આવશ્યક છે. ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પરંપરાગત મિલેટ્સ આહારને અપનાવવા અનુરોધ કર્યો હતો.
.