અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મમાં રીલ બનાવવી સમગ્ર પોલીસ વિભાગ માટે ભારે સાબિત થઈ છે. રાજ્યનાં DGP દ્વારા કરવામાં આવેલા પરિપત્ર કરી યુનિફોર્મ સાથે કોઈ પોલીસકર્મી રીલ્સ નહિ બનાવવા આદેશ કરવામાં આવ્યો હતો, જેથી CID ક્રાઇમ દ્વારા રાજ્યભરના પોલીસકર્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. 4 PSI અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ પણ અપાયા છે.
ખાખી કપડામાં રીલ્સ નહી બનાવી શકાય
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ ખાસ પરિપત્રની ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગુજરાત પોલીસ ખાખી વર્ધી સાથે રિલ્સ નહીં બનાવી શકે. DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા અંગે ખાસ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આ ફરજ દરમિયાન કે ફરજ બાદ ખાખી કપડામાં રીલ નહિ બનાવી શકાય છતાં કોઈ કર્મચારી કે અધિકારી રીલ બનાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
17 પોલીસકર્મીઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ
CID ક્રાઇમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 17 પોલીસકર્મીઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી તેની સામે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે આચારસંહિતા લાગુ કરાઈ તેનું કડક પાલન કરાવવામાં આવશે.
.