સુરત40 મિનિટ પેહલા
- કૉપી લિંક
- આરોપીએ ઇસરોના નામે અન્ય કોઈ છેતરપિંડી કરી આર્થિક લાભ લીધો છે કે કેમ તેની પણ તપાસ કરાશે
- SOGએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
પોતે ઇસરો સાથે જોડાયેલો હોય અને ચંદ્રયાન-3 ની ડિઝાઇન પોતે બનાવી હોવાની ગુલબાંગો હાંકનાર મિતુલ ત્રિવેદીને બુધવારે એસઓજીએ કોર્ટ સમક્ષ લાવી 10 મુદાના આધારે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકાર તરફે એપીપી કેતન ગામીતે દલીલો કરી હતી કે આરોપીએ ઇસરોની માહિતી દેશ વિરોધી તત્વોને આપી છે કે કેમ તેની તપાસ કરવાની છે. બચાવ પક્ષે એડવોકેટ ઉર્મિલા બારોટની દલીલ હતી કે આરોપી 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં હોઇ બધી વિગતો પોલીસ પાસે હોય રિમાન્ડની જરૂર નથી. દલીલો બાદ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તપાસ માટે રિમાન્ડ10 મુદ્દા
આરોપીએ કોમ્પ્યુટરर 3 વર્ષ પહેલા ભંગારમાં આપી દીધું , ત્રિવેદીના બેંક ખાતાની પણ તપાસ કરાશે
{ આરોપી પોતે ઇસરોના સભ્ય ન હોવા છતાં 26 ફેબ્રુ, 2020નો આસિ. મેનેજરની નિમણૂકનો પત્ર તેમજ 2013નો ઇસરોના પ્રોજેક્ટ મર્સરી ફોર્સ ઇન સ્પેશ રિસર્ચ મેમ્બરની નિમણૂકનો ખોટી બનાવટવાળો પત્ર તપાસમાં રજૂ કર્યો છે. આરોપીના ઘરની જડતીમાં ઇસરોના એનિસન્ટ સાયન્સ એપ્લીકેશન ડિપાર્ટમેન્ટના આસિ. મેનેજરની નિમણૂકવાળા પત્રની કલર ઝેરોક્ષ કબ્જે કરાઇ છે. આ પત્રોનો આરોપીએ આપ્યા ન હોય તેની તપાસ કરવાની છે { બનાવટી નિમણૂક પત્રો 2020માં કોમ્પ્યુટરમાં બનાવ્યા હતા, જે આરોપીએ ભંગારવાળાને આપી દીધો છે. જેથી કોમ્પ્યુટર કબજે કરવા માટે આરોપીના રિમાન્ડની જરૂર છે. { બનાવટી પત્ર અન્ય કોઈ સરકારી કચેરીમાં આપ્યા છે કે કેમ તેની તપાસ કરવાની છે { ઇસરોના નામના અન્ય કોઈ બનાવટી દસ્તાવેજ છે કે કેમ તેની તપાસ કરવાની છે { લેટર પેડ અને તેનુ ફોર્મેટ ઉપરાંત તેની પર ચેરમેન ડો. કે.શિવાનના નામની સહી ક્યાંથી મેળવી તેની તપાસ કરવાની છે { ઇસરોમાં ચાલતા ગુપ્ત રિસર્ચ તેમજ અભિયાનોની માહિતી કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં કે વ્યક્તિને આપેલ છે કે કેમ તેની તપાસ કરવાની છે. { ઇસરોના નામે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ {આરોપીના બેંકખાતાની માહિતી લેવાની છે, કોઈ આર્થિક લાભ લીધા છે કે કેમ તેની તપાસ કરવાની છે
મિતુલે UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી હોવાની પણ શંકા
એસઓજીએ આરોપીના પૂર્વ શિક્ષક અર્જુન પટેલના નિવેદન લીધાં
2020માં એક કાર્યક્રમમાં મળ્યો ત્યારે મિતુલે ઇસરોમાં જોડાયાની ડંફાશ મારી હતી
મિતુલ ત્રિવેદીએ યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બિજનું ડોકટર ઓફ ડિવિનિટી ઈન ક્વૉન્ટમ ફિઝિક્સ અને વેદાંતની ડિગ્રી મળી આવી છે. વર્ષ 2015ની આ ડિગ્રી પણ બોગસ હોવાની શકયતા છે. વધુમાં આ કેસની તપાસ એસઓજીને સોંપાઇ છે. એસઓજીએ મિતુલ ત્રિવેદીના ભૂતપૂર્વ શિક્ષક અર્જુન પટેલના નિવેદનો લીધા હતા. ભૂતપૂર્વ શિક્ષક અર્જુન પટેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હતા. મિતુલ સ્કૂલમાં તેમનો વિદ્યાર્થી હતો. વર્ષ 2020માં વૈજ્ઞાનિક તરીકે મિતુલનો એક પ્રોગામ રખાયો ત્યારે અર્જુન પટેલ તેને મળ્યા ત્યારે ઈસરોમાં કામ કરતો હોવાની વાત ડંફાશ મારી હતી. આથી શિક્ષકે તેનો મોબાઇલ નંબર લીધો હતો. જ્યારે ચંદ્રયાન-3ની લેન્ડ થયું ત્યારે સાંજે 6.15 વાગ્યે શિક્ષકે મિતુલ ત્રિવેદીને અભિનંદન પાઠવવા મેસેજ કર્યો હતો. આથી મિતુલે શિક્ષકને કોલ કરી ચંદ્રયાન-3ની મોટી મોટી ડંફાશ મારી હતી.
બોગસ એપોઇન્ટમેન્ટ પત્રોની કલર ઝેરોક્ષ મળી
એસઓજીએ મિતુલ ત્રિવેદીના ઘરે સર્ચ કર્યુ જેમાં તેના ઘરેથી ઈસરોની બોગસ એપોઇમેન્ટ લેટરોની કલર ઝેરોક્ષ મળી આવી હતી. બન્ને બોગસ ડોક્યુમેન્ટો મળી આવ્યા હતા.
.