મુંબઈ24 મિનિટ પેહલા
- કૉપી લિંક
- એડલવેઈસ ફાઈનાન્શિયલ સર્વિસીસના ચેરમેન રસેશ શાહ કોર્ટમાં પહોંચ્યા
- ધરપકડ સહિતનાં કડક પગલાં સામે વચગાળાના રાહત પણ માગી છે
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યા પછી મુંબઇ સ્થિત એડલવેઈસ ફાઈનાન્શિયલ સર્વિસીસના ગ્રુપના ચેરમેન અને એડલવેઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના સીઈઓએ તેમની સામેની એફઆઈઆર રદ કરવા મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. રસેશ શાહ એડલવેઈસ ફાઈનાન્શિયલ સર્વિસીસના ચેરમેન છે અને રાજ કુમાર બંસલ એડલવેઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છે.
વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ દ્વારા જસ્ટિસ નીતિન સાંબ્રે અને આરએન લદ્દાની બેન્ચ સમક્ષ મંગળવારે તાત્કાલિક સુનાવણીની માગણી કરતાં અરજી કરાઈ હતી. દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે બંનેએ માત્ર નાણાંની વસૂલી માટે સત્તાવાર પ્રક્રિયાનું પાલન કર્યું હતું. બંનેએ સીઆરપીસીની કલમ 482 હેઠળ ધરપકડ સહિતનાં કડક પગલાં સામે વચગાળાની રાહત અને તપાસ સામે સ્ટે માગ્યો છે અને એફઆઈઆરને રદ કરવાની અંતિમ રાહત માગવામાં આવી છે.
નીતિન ચંદ્રકાંત દેસાઈએ બોલીવૂડની વિવિધ ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. દેસાઈ 2 ઓગસ્ટના કરજત સ્થિત તેમના પોતાના એનડી સ્ટુડિયોના પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઓટોપ્સી રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મૃત્યુની પુષ્ટિ થઈ હતી. દેસાઈ તેમના મૃત્યુ તરફ દોરી ગયેલા સંજોગોની વિગત આપતાં 11 વૉઇસ નોટ્સ છોડી ગયા છે.
4 ઓગસ્ટના દેસાઈની પત્ની નેહાએ ખાલાપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા માટે વિનંતી કરી હતી. આના પગલે રસેશ શાહ, રાજકુમાર બંસલ, વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ જિતેન્દ્ર કોઠારી અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 34 હેઠળ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
અરજીમાં શું છે?
એડલવેઈસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, એનડી આર્ટ વર્લ્ડ પ્રા. લિ.ના પ્રમોટર દેસાઈએ 2016 અને 2018માં અનુક્રમે રૂ. 150 કરોડ અને રૂ.35 કરોડની લોન લીધી હતી, ઇસીએલ ફાઈનાન્સ લિમિટેડ, એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે જે એડલવેઈસ ગ્રુપ દ્વારા પ્રમોટેડ છે,
નીતિન દેસાઈને લોન્સ મુખ્યત્વે થીમ પાર્ક માટે ધિરાણ અને હાલના દેવું ચૂકવવા ઉપરાંત સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે આપી હતી. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે એનડી આર્ટ વર્લ્ડ પ્રા. લિ. ને પ્રવર્તમાન બજાર દરો પર નાણાકીય સહાય આપવામાં આવી હતી. તેમને 2019માં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે લોન ડિફોલ્ટ કર્યું હતું.
.