Case of death of 7 Gujaratis in Uttarakhand | 6 મૃતકોના પાર્થિવદેહ દહેરાદૂનથી વિમાનમાર્ગે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે, આવતીકાલે વતનમાં થશે અંતિમવિધિ

Spread the love

ભાવનગર21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા સાત લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. સાત મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. સાત પૈકીના 6 મૃતકોના પાર્થિવદેહને દહેરાદૂનથી વિમાનમાર્ગે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આજે રાત્રે 12 વાગ્યાના અરસામાં પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ પર આવવાની સંભાવના છે. મૃતકો ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા અને તળાજાના રહેવાસી હોય અમદાવાદથી રોડમાર્ગે તમામના પાર્થિવદેહને તેઓના વતનમાં લઈ જવાશે. સંભવિત આવતીકાલે તમામના અંતિમસંસ્કાર કરાશે.

પ્રથમ ફ્લાઇટમાં (આવવાનો સમય 23:25 કલાક) (1) સ્વ. કરણસિંહ ભાટી – તા.પાલીતાણા (2) સ્વ.અનિરુધ્ધ જોષી – તા.તળાજા

બીજી ફ્લાઇટમાં (આવવાનો સમય 23:45 કલાક) (3) સ્વ.દક્ષાબેન મહેતા – તા.મહુવા (4) સ્વ.ગણપતભાઇ મહેતા – તા.મહુવા

ત્રીજી ફ્લાઇટમાં (આવવાનો અંદાજીત સમય 23:30 કલાક) (5) સ્વ.રાજેષભાઈ મેર તથા (6) સ્વ.ગીગાભાઈ ભમ્મર

ઉત્તરાખંડમાં ખીણમાં બસ ખાબકતા 7 લોકોનાં મોત થયા હતા
ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોને રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. યાત્રિકો જે બસમાં સવાર હતા તે બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકતા ભાવનગરના સાત લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજા પહોંચતા તેઓની ત્યાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં મૃતકોના નામની યાદી

  • અનિરુદ્ધ જોશી, તળાજા
  • કરણ ભાટી, પાલિતાણા
  • દક્ષાબેન મહેતા, મહુવા
  • ગણપતભાઈ મહેતા, મહુવા
  • રાજેશભાઈ મેર, તળાજા
  • ગીગાભાઈ ભમ્મર, તળાજા
  • મીનાબેન ઉપાધ્યાય, ભાવનગર

મીનાબહેનના અંતિમ સંસ્કાર હરિદ્રારમાં કરવાનો નિર્ણય
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકોના પાર્થિવદેહને પોતાનામાં વતનમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે મીનાબેન ઉપાધ્યાયના પરિવારજનોએ હરિદ્વારમાંજ અંતિમવિધિ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

કઈ રીતે સર્જાયો હતો અકસ્માત?
15મી ઓગસ્ટે ભાવનગરથી યાત્રિકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રિકો રવિવારે ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગોત્રી નેશનલ હાઈવે પર બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને ઝાડમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજાઓ પહોંચતા તેઓની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *