માંડવી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
માંડવી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ અને વુમન વેલ્ફેર સમિતિના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી અને રોજગાર લક્ષી સેમિનારનું રંગચુલીના લક્ષ્મી હોલ ખાતે આયોજન કરાયું હતું.
માર્ગદર્શક તરીકે માંડવી આઇટીઆઇના વાઇસ પ્રિન્સિપાલ રાજેશ વ્યાસ તેમજ ટાટા પાવરમાં 32 વર્ષથી કામ કરતાં અસીમ જોશી દ્વારા કારકીર્દી, અભ્યાસ અને રોજગારને લગતી માહિતી જ્ઞાતિબંધુઓ અને છાત્રોને અપાઈ હતી.બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ તેમજ બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળનાં પ્રમુખે હાજરી આપી હતી. એંકરીંગ વુમન વેલ્ફેરના ડો.રાજવીબેન અને માનસીબેને સંભાળી હતી.
સેમિનારમાં જ્ઞાતિના ભાઈ અને બહેનોએ માર્ગદર્શનનો લાભ લીધો હતો. જ્ઞાતિના સકુશળ કામ અને આવડત ધરાવતા લોકોએ સામે આવી પોતાને આવડતી કળા કે ધંધામાં જ્ઞાતિના ઇચ્છુકોને મદદ કરવા જાહેરાત કરી હતી અને જ્ઞાતિજનોને જરૂરત મુજબ કળા કે કામમાં જોઈતી મદદ માટે સામે આવી આ આયોજનને મુખ્ય બળ આપવાનું કાર્ય કર્યું હતું. સમગ્ર આયોજન બ્રહ્મક્ષત્રિય વુમન વેલ્ફેર સમિતિની મહિલાઓએ કર્યું હતું.
.