By hacking the company’s website, booked 45 tickets of international flights to different states, committed a fraud of 7.35 lakhs. | કંપનીની વેબસાઈટ હેક કરીને જુદા-જુદા રાજ્યોમાં જવા ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટિકિટ બુક કરી, 7.35 લાખની છેતરપિંડી આચરી

Spread the love

અમદાવાદ6 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ખાનગી ​​કંપનીની વેબસાઈટ હેક કરીને ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ સામે આવ્યો. સાયબર ક્રાઈમમાં હાલ ખાનગી કંપનીની વેબસાઈટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટો બુક કરાવી 7.35 લાખનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે રેકેટમાં સંડોવાયેલા તમામને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

બે દિવસમાં 7.35 લાખ ડેબિટ થયા
ચાંદખેડા ખાતે રહેતા કરણ ચૌહાણ ચાંદખેડામાં ગ્રાન્ડ એમ્પોરીયમ બિલ્ડીંગમાં ગ્લોબલ ગવર્નર સેલ્સ સર્વિસ લિમિટેડ નામની કંપની ધરાવી ધંધો કરે છે. જે કંપનીમાં એપ્લિકેશન મારફતે મોબાઈલ રીચાર્જ, બીલ પેમેન્ટ, ગીફ્ટ વાઉચર, હોટેલ બુકિંગ, ફ્લાઈટ બુકિંગ વગેરે જેવી સર્વિસ આપવાનું કામ કરે છે. જે અંતર્ગત તેમની કંપનીનું ઈઝી માય ટ્રીપ કંપનીનું વોલેટ પણ બનાવેલ હતું. ગત 31 જાન્યુઆરીએ આ વોલેટનું બેલેન્સ ચેક કરતાં 26 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીમાં રૂપિયા 7.35 લાખ ડેબિટ થયા હતા.

ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટિકિટ બુક હતી
આ અંગે તપાસ કરતાં ઈઝી માય ટ્રીપમાં થયેલ બુકિંગની માહિતીનો ડેટા ચેક કર્યો. તેમાં જમા થયેલ રકમ બુકિંગ કરતાં ઓછી દેખાતી હતી. જેથી, બુકિંગની માહિતીનો ડેટા ચેક કરતા જણાયેલ કે, અલગ-અલગ મોબાઈલથી જુદા-જુદા સમયે ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં આવેલ હતી. તેમાં ફ્લાઈટ ટિકિટનો ઉપયોગ કરી જુદા-જુદા રાજ્યોમાં જવા માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટીકીટ બુક થયેલ હતી.

માલિકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
ટિકિટ બુક કરનારે કંપનીની વેબસાઈટ હેક કરી, જે કોઈપણ ટીકીટ બુક કરે તેની અમુક ટકા રકમ પોતાને મળે એવું સેટીંગ કરી કુલ 7.35 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હતી. આ અંગે કરણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *