અમદાવાદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા મિલકતને BU (બિલ્ડિંગ યુઝ )પરમિશન આપવામાં આવ્યાના 45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવા સૂચના આપવામાં આવી છે. જો 45 દિવસમાં મિલકતની આચાર્ય નહીં થાય તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર પાસે જવાબ માંગી અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
એસ્ટેટ વિભાગ દ્વારા નવી મિલકતને BU આપ્યા પછી 10 દિવસમાં તે અંગેની વિગતો ટેક્સ વિભાગને આપવાની રહેશે. ઓનલાઈન મોડ્યુલમાં સુધારો કરી એસ્ટેટ વિભાગ દ્વારા જે બિલ્ડિંગને બીયુ પરમિશન આપવામાં આવે છે તેની સીધી જ માહિતી ટેક્સ વિભાગને મળે તે રીતેના પણ સંકલન કરવા માટે ઈ ગવર્નન્સ વિભાગને જાણ કરવામાં આવી છે.
બિલ્ડિંગની સમયસર આકારણી ન થતું હોવાનું સામે આવ્યું
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, બિલ્ડરો દ્વારા જે પણ બિલ્ડિંગ બાંધવામાં આવે છે, તે તેની પરમિશન લીધા બાદ તેની સમયસર આકારણી થતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું. કેટલા સમયમાં આકારણી કરવી તેને અંગેનો ચોક્કસ સમય નક્કી નહોતો. મળ્યા બાદ 45 દિવસની અંદર આકારણી કરી અને તેનું ટેક્સ બિલ જનરેટ કરવા અંગેની સૂચના આજે મળેલી કમિટીમાં આપવામાં આવી છે. આ વ્યવસ્થા ઊભી કરવાથી જે પણ નાગરિકો દ્વારા મકાન કે મિલકત ખરીદવામાં આવે છે. તેઓને ટેક્સ ક્યાં સમયથી ભરવાનો હોય છે અને તે તમામ બાબતો અંગે પોતે માહિતી મેળવી શકે તેના માટે નિર્ણય લેવાયો છે.
BU પરમિશનની નકલ- વિગત 10 દિવસમાં મોકલવા સૂચના
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, GPMC એક્ટ હેઠળ મિલકતને BU પરમિશનની તારીખથી ટેક્સની આકારણી કરવાની થાય છે. હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા BU આપવામાં આવ્યા પછી તેની નકલ ટેક્સ ખાતાના સંબંધિત ઝોનમાં મોકલવામાં આવે છે અને તેના આધારે સ્થળ પર જઈને માપણી કરાય છે. માલિકીના પુરાવા મેળવીને પછી આકારણી કરાય છે. આ કામગીરીમાં વિલંબ થતો હોવાને કારણે નવી મિલકતોની ઝડપથી આકારણીમાં વધુ સરળતા રહે તે હેતુસર એસ્ટેટ વિભાગને BU પરમિશન અંગેની નકલ અને વિગત 10 દિવસમાં મોકલવા સૂચના અપાશે અને ટેક્સ વિભાગને 45 દિવસમાં આકારણી પૂરી કરવા સૂચના આપી છે. નાગરિકોને સમયસર ટેક્સ બિલ મળશે અને લિક્વીડેશન દૂર થશે. નાગરિકોને ટેક્સ બિલ આપવામાં આવે છે ત્યારે માલિકીના પુરાવાના અભાવે બિલ્ડરના નામે બિલ આપવામાં આવે છે અને દસ્તાવેજના પુરાવાના આધારે ખરીદરનારનું નામ ટેક્સ બિલમાં ચઢાવવામાં આવે છે જેના કારણે કેટલીકવાર બિલ્ડર અને મકાન માલિક વચ્ચે વિવાદ થાય છે.
.